Friday, 17 April 2026
  • Home  
  • ગુજરાતના ખેડૂતો માટે ઐતિહાસિક રાહત : રૂ.૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ગુજરાતના ખેડૂતો માટે ઐતિહાસિક રાહત : રૂ.૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ખેડૂતો માટે આજે એક મોટી અને ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં, વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ કુદરતી આપત્તિની ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકારે આશરે ₹૧૦,૦૦૦ કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત […]

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ખેડૂતો માટે આજે એક મોટી અને ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં, વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ કુદરતી આપત્તિની ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકારે આશરે ₹૧૦,૦૦૦ કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ સંદર્ભે તેમણે તથા તેમના સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.

તેમણે ટ્વીટ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, “રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.” તેમણે ઉમેર્યું કે, જ્યારે જ્યારે ખેડૂતો પર પ્રકૃતિક આપદા વરસી છે, ત્યારે ત્યારે ગુજરાત સરકાર તેમની પડખે ઉભી રહી છે.

રાહત પેકેજ ઉપરાંત, રાજ્ય સરકારે ખેડૂતોને તેમના પાકનું પૂરેપૂરું વળતર મળે તે સુનિશ્ચિત કરવા માટે અન્ય એક મોટી જાહેરાત કરી છે:

  • ખરીદીનો પ્રારંભ: રાજ્ય સરકાર આગામી ૯ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા જઈ રહી છે.
  • ખરીદ મૂલ્ય અને પાક: આ ખરીદીનું મૂલ્ય આશરે ₹૧૫,૦૦૦ કરોડથી વધુનું રહેશે.
  • સમાવિષ્ટ પાક: આ ખરીદીમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનો સમાવેશ કરવામાં આવશે.

આ જાહેરાત અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરે છે. આ પેકેજ રાજ્યના ખેડૂતો માટે ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ માનવામાં આવે છે, જે વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને જાહેર કરાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic