Friday, 30 October 2026
  • Home  
  • હવે જમીન ફાળવણી માટે ગાંધીનગર જવું નહીં પડે!, કલેક્ટર અને DDO ની સત્તામર્યાદામાં કરાયો મોટો વધારો
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

હવે જમીન ફાળવણી માટે ગાંધીનગર જવું નહીં પડે!, કલેક્ટર અને DDO ની સત્તામર્યાદામાં કરાયો મોટો વધારો

ગાંધીનગર: રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સામાજિક-જાહેર હેતુઓ તેમજ ગ્રામીણ વિકાસના પ્રકલ્પોને વધુ ઝડપી બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહીવટી પ્રક્રિયાના સરળીકરણનો એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રોજેક્ટ્સને વેગ આપનારો નિર્ણય લીધો છે. રાજ્યમાં ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ (Ease of Doing Business) ને વધુ પ્રોત્સાહન આપવા માટે સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે […]

ગાંધીનગર: રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સામાજિક-જાહેર હેતુઓ તેમજ ગ્રામીણ વિકાસના પ્રકલ્પોને વધુ ઝડપી બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહીવટી પ્રક્રિયાના સરળીકરણનો એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રોજેક્ટ્સને વેગ આપનારો નિર્ણય લીધો છે. રાજ્યમાં ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ (Ease of Doing Business) ને વધુ પ્રોત્સાહન આપવા માટે સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે જમીન ગ્રાન્ટ કરવા અંગે જિલ્લા કલેક્ટરઓ તેમજ ગામતળના પ્લોટ માટે જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) ની નાણાકીય સત્તામર્યાદામાં મોટો વધારો કરવામાં આવ્યો છે.

૧. ઝડપી મંજૂરીઓ અને રોજગારી: સરકારી પ્રોજેક્ટ્સ તેમજ ઔદ્યોગિક અને સામાજિક હેતુઓ માટે જમીન ફાળવણીની પ્રક્રિયા હવે અત્યંત ઝડપી બનશે, જેનાથી નવા ઉદ્યોગો આવશે અને સ્થાનિક કક્ષાએ રોજગારીની નવી તકો ઉભી થશે.

૨. ગાંધીનગરના ફેરામાંથી મુક્તિ: નિર્ણયો લેવાની મોટી સત્તા હવે કલેક્ટર અને DDO પાસે હોવાથી અરજદારો, સંસ્થાઓ કે વિભાગોએ ગાંધીનગર સુધી ધક્કા ખાવા નહીં પડે. જિલ્લા કક્ષાએથી જ તમામ ફોલો-અપ અને નિકાલ શક્ય બનશે.

૩. સરકારી તિજોરીને આવક: જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી થતાં સરકારી જમીનની કબજાકિંમત અને પ્રીમિયમની રકમ વહેલી તકે સરકારી તિજોરીમાં જમા થશે.

મુખ્યમંત્રીશ્રીના નિર્ણય અનુસાર જિલ્લા કલેક્ટરોની નાણાકીય સત્તામાં નીચે મુજબનો મોટો ઉછાળો કરાયો છે:

  • ગુજરાત સરકારના બોર્ડ/કોર્પોરેશન (૨ હેક્ટર સુધી): સત્તામર્યાદા રૂ. ૧૫ લાખથી સીધી વધારીને રૂ. ૧ કરોડ કરાઈ.
  • કેન્દ્ર સરકારના વિભાગો (જાહેર હેતુ – ૧ હેક્ટર સુધી): સત્તામર્યાદા રૂ. ૧૫ લાખથી વધારીને રૂ. ૫૦ લાખ કરવામાં આવી.
  • સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ: સત્તામર્યાદા રૂ. ૬ લાખથી વધારીને રૂ. ૫૦ લાખ કરાઈ.
  • વ્યક્તિગત/સરકારી કર્મચારી રહેણાંક હેતુ: સત્તામર્યાદા રૂ. ૧ લાખથી સીધી રૂ. ૨૦ લાખ કરાઈ.
  • સહકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓ: સત્તામર્યાદા રૂ. ૩ લાખથી વધારીને રૂ. ૧૫ લાખ કરાઈ.
  • વ્યાપારિક હેતુ (હરાજીથી): સત્તામર્યાદા રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૫ લાખ કરવામાં આવી છે.

ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે DDO ની સત્તાઓમાં પણ નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે:

  • વ્યક્તિગત રહેઠાણ માટે: સત્તામર્યાદા રૂ. ૨૦,૦૦૦ થી વધારીને રૂ. ૧,૦૦,૦૦૦ કરવામાં આવી.
  • સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ: સત્તામર્યાદા રૂ. ૧.૫ લાખથી વધારીને રૂ. ૭.૫ લાખ કરાઈ.
  • દૂધ મંડળીઓ / સહકારી ગોડાઉન / ગ્રામીણ ગ્રીડ: સત્તામર્યાદા રૂ. ૨૦,૦૦૦ થી વધારીને રૂ. ૧,૦૦,૦૦૦ કરાઈ.

આ ઉપરાંત, રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશન તથા ભારત સરકારના ખાતાઓને જમીન ફાળવણી માટે કલેક્ટરે જનરેટ કરેલ ઈન્ટિમેશન પછી કબ્જાકિંમત કે પ્રીમિયમ ૯૦ દિવસ સુધીમાં ભરપાઈ ન થાય, તો જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની ત્રણ વર્ષની અવધિ પૂર્ણ થાય ત્યાં સુધી મુદત વધારો આપવાની સત્તા કલેક્ટરને જ આપી દેવામાં આવી છે. આ નિર્ણયથી ફાઈલોનું પુનરાવર્તન ઘટશે અને કામગીરી વધારે સુચારો બનશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic