Wednesday, 15 April 2026
  • Home  
  • Gujarat Election : 34 જિલ્લામાં નિરીક્ષકોની નિમણૂંક, વડોદરાની કમાન IAS લોચન સેહરાને સોંપાઈ
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

Gujarat Election : 34 જિલ્લામાં નિરીક્ષકોની નિમણૂંક, વડોદરાની કમાન IAS લોચન સેહરાને સોંપાઈ

ગાંધીનગર: ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી આયોગે વહીવટી પ્રક્રિયા તેજ બનાવી છે. ચૂંટણી નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી આયોગ દ્વારા રાજ્યના 34 જિલ્લાઓમાં ચૂંટણી નિરીક્ષકોની (Election Observers) નિમણૂંક કરવામાં આવી છે. આ નિરીક્ષકો મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે. વડોદરા: IAS […]

ગાંધીનગર: ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી આયોગે વહીવટી પ્રક્રિયા તેજ બનાવી છે. ચૂંટણી નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી આયોગ દ્વારા રાજ્યના 34 જિલ્લાઓમાં ચૂંટણી નિરીક્ષકોની (Election Observers) નિમણૂંક કરવામાં આવી છે. આ નિરીક્ષકો મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે.

વડોદરા માટે રાજ્ય સરકારે અનુભવી IAS અધિકારી લોચન સેહરાની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂંક કરી છે. તેઓ વડોદરા મહાનગરપાલિકા (VMC), જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતો ઉપરાંત ડભોઈ, પાદરા, સાવલી અને વાઘોડિયા નગરપાલિકાની ચૂંટણીનું સઘન નિરીક્ષણ કરશે.

ખેડા જિલ્લો: ખેડામાં ચૂંટણી નિરીક્ષક તરીકે કુ. એ. યુ. મકવા ની વરણી કરવામાં આવી છે. તેઓ નડિયાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ કપડવંજ, કણજરી, ઠાસરા અને કઠલાલ નગરપાલિકાઓની દેખરેખ રાખશે. વધુમાં, મહેમદાવાદ અને મહુધા નગરપાલિકાઓની પેટા ચૂંટણીનું નિરીક્ષણ પણ તેમના હસ્તક રહેશે.

આણંદ જિલ્લો: આણંદની જવાબદારી એ. એ. ડોડિયાને સોંપાઈ છે. તેઓ કરમસદ-આણંદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને ઉમરેઠ, ખંભાત, પેટલાદ, બોરસદ જેવા વિસ્તારોની ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખશે.

રાજ્ય ચૂંટણી આયોગના આદેશ મુજબ, આ તમામ નિરીક્ષકોએ આચારસંહિતાનું પાલન, ઉમેદવારી પત્રોની ચકાસણી અને મતદાનના દિવસે પોલિંગ બૂથ પરની સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, આગામી 26 એપ્રિલે મતદાન યોજાશે અને ત્યારબાદ પરિણામો જાહેર કરવામાં આવશે. આ નિમણૂંકથી વહીવટી તંત્રમાં ગરમાવો આવી ગયો છે અને ચૂંટણી જંગ માટેની અંતિમ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic