વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનો તેમનો બે દિવસનો સત્તાવાર પ્રવાસ પૂર્ણ કર્યો છે. એકતાનગર ખાતેના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ, તેઓ આજે વડોદરા એરપોર્ટ પરથી હવાઈ માર્ગે દિલ્હી જવા માટે રવાના થયા હતા.
પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન, વડાપ્રધાને મુખ્યત્વે એકતાનગર ખાતે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આયોજિત ‘એકતા પરેડ’માં હાજરી આપી હતી અને ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી ની ઉજવણીમાં ભાગ લીધો હતો.
વડોદરા એરપોર્ટ પર વડાપ્રધાન મોદીને વિદાય આપવા માટે શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મેયર પિન્કીબેન સોની, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, અને કલેક્ટર અનિલ ધામેલિયા નો સમાવેશ થાય છે. આ અધિકારીઓએ વડાપ્રધાનને સન્માનપૂર્વક વિદાય આપી હતી.
