Saturday, 31 October 2026
  • Home  
  • MG વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન ૨૦૨૬: એશિયાની સૌથી મોટી નોન-મેટ્રો મેરેથોન માટે વડોદરા સજ્જ
- ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત

MG વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન ૨૦૨૬: એશિયાની સૌથી મોટી નોન-મેટ્રો મેરેથોન માટે વડોદરા સજ્જ

વડોદરા: ‘સંસ્કારી નગરી’ વડોદરા ફરી એકવાર દોડવા માટે તૈયાર છે. MG વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન (પાવર્ડ બાય ચાર્જઝોન) ની ૧૩મી આવૃત્તિ રવિવાર, ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ યોજાશે. આ વર્ષની મેરેથોન ‘સસ્ટેનેબિલિટી’ થીમ હેઠળ અને “માય સ્ટ્રાઇડ માય પ્રાઇડ” ના શીર્ષક સાથે આયોજિત કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ ભવ્ય ઇવેન્ટનું ફ્લેગ ઓફ […]

વડોદરા: ‘સંસ્કારી નગરી’ વડોદરા ફરી એકવાર દોડવા માટે તૈયાર છે. MG વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન (પાવર્ડ બાય ચાર્જઝોન) ની ૧૩મી આવૃત્તિ રવિવાર, ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ યોજાશે. આ વર્ષની મેરેથોન ‘સસ્ટેનેબિલિટી’ થીમ હેઠળ અને “માય સ્ટ્રાઇડ માય પ્રાઇડ” ના શીર્ષક સાથે આયોજિત કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ ભવ્ય ઇવેન્ટનું ફ્લેગ ઓફ કરાવશે.

આ મેરેથોન AIMS અને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI) દ્વારા પ્રમાણિત છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૧,૧૧,૦૦૦ (૧ લાખ ૧૧ હજાર) થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, જે તેને એશિયાની સૌથી મોટી નોન-મેટ્રો મેરેથોન તરીકે સ્થાપિત કરે છે. ટાઈમ રન કેટેગરીમાં ૧૭,૦૦૦ થી વધુ દોડવીરો ભાગ લઈ રહ્યા છે, જેમાં ફુલ મેરેથોન માટે ૩૪૦ અને હાફ મેરેથોન માટે ૧,૯૭૫ દોડવીરોનો સમાવેશ થાય છે.

જવાન રન: પોલીસ, આર્મી, નેવી અને એરફોર્સના જવાનો તેમના દેશપ્રેમ અને શિસ્તનું પ્રદર્શન કરશે.

ગઝરા રન: મહારાણી રાધિકારાજે ગાયકવાડની આગેવાનીમાં ટ્રાન્સજેન્ડર સમુદાય અને મહિલાઓ માટેની આ એક વિશેષ સમાવેશી દોડ છે.

દિવ્યાંગ પેરાલિમ્પિક રન: શારીરિક ક્ષતિ ધરાવતા ખેલાડીઓના જુસ્સાને વધારવા માટેની દોડ.

હેરિટેજ રન: શહેરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી ૫ કિમીની રન.

મેરેથોનના અધ્યક્ષ તેજલ અમીને જણાવ્યું હતું કે વડોદરા મેરેથોન ૫ મુખ્ય પાયા પર ટકેલી છે:

૧. Sports (સ્વાસ્થ્ય)

૨. Seva (સામાજિક કાર્ય)

૩. Swachhata (સ્માર્ટ સિટી)

૪. Sahyog (NGO અને સંસ્થાઓનો સાથ)

૫. Sustainability (પ્લાસ્ટિક મુક્ત અને ટકાઉ વિકાસ)

મેરેથોન દરમિયાન ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ દ્વારા મેડિકલ સપોર્ટ પૂરો પાડવામાં આવશે. રૂટ પર વોટર પોઈન્ટ્સ, એનર્જી ડ્રિંક્સ અને ફિનિશ પોઈન્ટ પર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. દોડવીરોના મનોરંજન માટે વાઇબ્રન્ટ વડોદરા દ્વારા ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવશે.

આ વર્ષે વિજેતાઓ માટે કુલ ₹૨૫,૦૬,૦૦૦ (૨૫ લાખથી વધુ) ની ઇનામી રકમ રાખવામાં આવી છે. ફુલ મેરેથોનના વિજેતાઓને કુલ ૧૨.૧૦ લાખ અને હાફ મેરેથોન માટે ૬.૪૦ લાખના ઇનામો એનાયત થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic