“રાષ્ટ્રીય ફરજ નિભાવો, સેલ્ફ-એન્યુમરેશન કરો”, કરમસદ આણંદ મ્યુનિ. કમિશનરની નાગરિકોને અપીલ
આણંદ: ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર રાષ્ટ્રીય જનગણના (વસ્તીગણતરી-૨૦૨૭) પ્રક્રિયા અંતર્ગત હાલમાં સમગ્ર રાજ્યમાં ઓનલાઈન ‘સ્વ-ગણના’ (સેલ્ફ એન્યુમરેશન) પોર્ટલ ધમધમી રહ્યું છે. આ રાષ્ટ્રીય મહાઅભિયાનમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આર. એન. ડોડીયાએ એક પ્રેરણાદાયી પહેલ કરી છે. તેમણે સત્તાવાર પોર્ટલ પર ઓનલાઇન લોગ-ઈન કરીને પોતાના પરિવારની તમામ વિગતો જાતે ભરીને સેલ્ફ-રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ […]









