Sunday, 1 November 2026

Tag: Local News

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત બિઝનેસ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

MSME ક્ષેત્રે નવી ક્રાંતિનો ઉદય : નાના-મધ્યમ ઉદ્યોગો માટે ધમાકેદાર સહાય યોજના જાહેર!

ગાંધીનગર: ગુજરાતના ઔદ્યોગિક વિકાસના પાયાને વધુ મજબૂત કરવા અને રાજ્યના સૂક્ષ્મ, નાના તથા મધ્યમ ઉદ્યોગો (MSME) ને વૈશ્વિક સ્પર્ધા માટે સજ્જ કરવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬: MSMEs માટે સહાય યોજના’ ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. […]

ઉત્તર ગુજરાત ગુજરાત

ગાંધીનગરના ઐતિહાસિક રૂપાલ ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘સેવા જ્યોતિ મશાલયાત્રા’નો કરાવ્યો ભવ્ય પ્રારંભ!

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં સમગ્ર ગુજરાતમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જનઅભિયાનના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક ધાર્મિક સ્થળ રૂપાલ ગામ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ‘સેવા જ્યોતિ મશાલયાત્રા’ના જિલ્લા કક્ષાના ભવ્ય કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

અદાલતી આદેશોના પાલનમાં વિલંબ ચલાવી લેવાશે નહીં, ગુજરાત સરકારે નક્કી કરી કડક અને સ્પષ્ટ SOP

ગાંધીનગર: રાજ્યમાં ન્યાયિક નિર્ણયોના અમલમાં થતા બિનજરૂરી વહીવટી વિલંબને દૂર કરવા અને સુશાસનને વધુ પારદર્શક બનાવવા માટે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કાયદા વિભાગ દ્વારા રાજ્યના તમામ વહીવટી વિભાગો માટે એક નવી અને કડક સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. આ નવી SOP હેઠળ હાઈકોર્ટના ચુકાદાઓ મળ્યા બાદ તમામ વિભાગોએ […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓને તહેવારના ૨૦ દિવસ અગાઉ બોનસ ચૂકવવા કોંગ્રેસની રજૂઆત!

નડિયાદ: પ્રકાશના પવિત્ર પર્વ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નડિયાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ તથા આઉટસોર્સિંગ હેઠળ સેવા આપતા કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. નડિયાદ મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અને નડિયાદ શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને એક લેખિત પત્ર પાઠવીને મનપાના તમામ પાત્ર કર્મચારીઓને […]

ઉત્તર ગુજરાત ગુજરાત

ગાંધીનગરમાં પરેડ જવાનોના આરોગ્યની સુરક્ષા માટે યુદ્ધના ધોરણે ફોગિંગ અને સર્વેલન્સ

ગાંધીનગર: ગુજરાતમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના અસરકારક અટકાયતી પગલાં અને સમીક્ષા અર્થે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન સમગ્ર રાજ્યના જિલ્લાઓ તેમજ મહાનગરપાલિકા વિસ્તારોમાં વાહકજન્ય રોગોની વર્તમાન પરિસ્થિતિ અંગે ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. ખાસ કરીને ગાંધીનગર ખાતે […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

૭૦૦ વર્ષ જૂનું વૃક્ષ બચાવવા બદલાયો રૂટ, સુરતની નવી ઓળખ બનશે મેટ્રો

સુરત: ટેક્સટાઇલ મગઝીન, ડાયમંડ નગરી અને બ્રિજ સિટી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત સુરત શહેર હવે આધુનિક શહેરી પરિવહનની દિશામાં એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. સુરતમાં આકાર લઈ રહેલો મેટ્રો રેલ પ્રોજેક્ટ માત્ર મુસાફરીને સુગમ બનાવવાનું સાધન નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ, એન્જિનિયરિંગ ક્ષમતા અને સ્થાનિક વારસાના જતનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યો છે. પરિવહનના […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

આકાશમાં ગુજરાતની નવી ઉડાન : કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે દેશનું નેશનલ હબ બન્યું રાજ્ય, વધુ ૫ ફ્લાઇંગ સ્કૂલોને મંજૂરી!

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતે સિવિલ એવિએશન (Civil Aviation) ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે. રાજ્યમાં મજબૂત અને વિશ્વસ્તરીય એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થતાં ગુજરાત હવે દેશમાં કોમર્શિયલ પાયલટ તાલીમ માટેનું મુખ્ય ‘નેશનલ હબ’ બનીને ઊભરી આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેશમાં એવિએશન ક્ષેત્રને આધુનિક બનાવવાના વિઝનને આગળ ધપાવતા ગુજરાત સરકારે સિવિલ એવિએશન […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદ જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન, ૧૩ ઓક્ટોબર સુધી ભરી શકાશે ફોર્મ!

અમદાવાદ: વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ એવા નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના ગરબાપ્રેમીઓ માટે એક ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના જિલ્લા યુવા વિકાસ અધિકારી, અમદાવાદ દ્વારા આ વર્ષે સીધી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય અને શહેર કક્ષાના કલાકારો તેમજ ગરબા રસિકોની […]

ગુજરાત મધ્ય ગુજરાત

ખેડા રેલવે સ્ટેશનની રૂ. ૪ કરોડની સોનાની લૂંટનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ, PI એ ૫૦૦ મીટર ઘસડાઈને આરોપીઓને દબોચ્યા!

વિરમગામ: ખેડા રેલવે સ્ટેશન પર સાંજના સમયે બનેલી સોનાની સનસનાટીભરી લૂંટની ઘટનાનો અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને પશ્ચિમ રેલવે જીઆરપી (GRP) પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં ઉકેલ લાવી દીધો છે. પોલીસે અત્યંત સાહસિક અને ત્વરિત કામગીરી કરીને લૂંટમાં સંડોવાયેલા તમામ ૪ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી લૂંટાયેલું આશરે ૨.૯૦ કિલોગ્રામ સોનું (કિંમત અંદાજે […]

ગુજરાત મધ્ય ગુજરાત

માઈભક્તો માટે મોટી રાહત : નવરાત્રીમાં પાવાગઢ રોપ-વે વહેલી સવારે ૪ વાગ્યાથી થશે શરૂ, વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન!

પંચમહાલ: શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ નવરાત્રી મહોત્સવની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે જગતજનની મા કાલિકાના દર્શનાર્થે આવતા લાખો માઈભક્તો માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવરાત્રી દરમિયાન મંદિર પરિસરમાં દર્શનાર્થે ઉમટતી ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ‘શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ’ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic