ડિજિટલ કંકોત્રી ખોલતા જ બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી! સાયબર ઠગોની નવી મોડસ ઓપરેન્ડી અંગે સુરત પોલીસની મોટી ચેતવણી
સુરત: લગ્નની સીઝન શરૂ થતાં જ સાયબર ક્રિમીનલોએ નાગરિકોને શિકાર બનાવવા માટે એક નવો અને ખતરનાક કીમિયો અપનાવ્યો છે. જો તમારા WhatsApp, Facebook કે Instagram પર કોઈ અજાણ્યા કે જાણીતા નંબર પરથી ડિજિટલ લગ્ન કંકોત્રી આવે, તો તેને ઉતાવળમાં ઓપન કરતા પહેલા સો વાર વિચારજો. સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસે એક અપીલ જાહેર કરીને નાગરિકોને […]









