Friday, 17 April 2026
  • Home  
  • VMCના ઇતિહાસમાં પ્રથમવાર: ભાજપના જ સ્ટેન્ડિંગ કમિટી સભ્યનું પદ રદ્દ!
- ગુજરાત - મધ્ય ગુજરાત

VMCના ઇતિહાસમાં પ્રથમવાર: ભાજપના જ સ્ટેન્ડિંગ કમિટી સભ્યનું પદ રદ્દ!

વડોદરા મહાનગરપાલિકા (VMC)ના રાજકીય અને વહીવટી ગલિયારાઓમાં આજે મોટો ખળભળાટ મચી ગયો છે. શહેરના તમામ વિકાસલક્ષી અને નાણાકીય નિર્ણયો લેતી સર્વોચ્ચ કમિટી, સ્ટેન્ડિંગ કમિટીના એક સભ્યનું પદ રદ્દ કરવામાં આવ્યું છે. ભાજપના જ સભ્ય બંદિશ મફતલાલ શાહનું સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકેનું પદ નિયમ મુજબ આપોઆપ રદ્દ (Cease) થયું છે. મ્યુનિસિપલ સેક્રેટરી કચેરી દ્વારા તારીખ ૨૫-૧૧-૨૦૨૫ના […]

વડોદરા મહાનગરપાલિકા (VMC)ના રાજકીય અને વહીવટી ગલિયારાઓમાં આજે મોટો ખળભળાટ મચી ગયો છે. શહેરના તમામ વિકાસલક્ષી અને નાણાકીય નિર્ણયો લેતી સર્વોચ્ચ કમિટી, સ્ટેન્ડિંગ કમિટીના એક સભ્યનું પદ રદ્દ કરવામાં આવ્યું છે. ભાજપના જ સભ્ય બંદિશ મફતલાલ શાહનું સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકેનું પદ નિયમ મુજબ આપોઆપ રદ્દ (Cease) થયું છે.

મ્યુનિસિપલ સેક્રેટરી કચેરી દ્વારા તારીખ ૨૫-૧૧-૨૦૨૫ના રોજ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને સંબોધીને લખેલા પત્રથી આ ઘટનાની સત્તાવાર જાણ કરવામાં આવી છે.

આ કાર્યવાહી ગુજરાત પ્રાથમિક મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) એક્ટની કલમ ૨૨ મુજબ કરવામાં આવી છે. સેક્રેટરી દ્વારા લખાયેલા પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે:

“સ્થાયી સમિતિનો કોઈ સભ્ય રજાની પૂર્વ મંજૂરી માંગ્યા વગર અને સમિતિએ મંજૂર કર્યા સિવાય તેની સમિતિની બેઠકોમાં ઉપરાઉપરી બે મહિના દરમિયાન ગેરહાજર રહે અથવા તેમાં સતત ગેરહાજર રહે તો તે સભ્યનું સભ્યપદ આપોઆપ રદ્દ થશે.”

બંદિશ શાહની સ્થાયી સમિતિના સભ્ય તરીકે નિમણૂક તા. ૧૧-૦૬-૨૦૨૩ના રોજ થઈ હતી. જોકે, તેઓ તા. ૨૦-૦૯-૨૦૨૫ના રોજ સ્થાયી સમિતિની મીટિંગમાં હાજર રહ્યા હતા, પરંતુ ત્યારબાદની સળંગ બે મહિનાની મુદત એટલે કે તા. ૨૦-૧૧-૨૦૨૫ સુધીની એક પણ સ્થાયી સમિતિની મીટિંગમાં તેઓ હાજર રહ્યા નહોતા. કાયદાકીય જોગવાઈ મુજબ, તેમની સતત ગેરહાજરીના કારણે તેમનું સભ્યપદ આપોઆપ રદ્દ થયું છે.

બંદિશ શાહનું સભ્યપદ રદ્દ થતા હવે વડોદરા મહાનગરપાલિકાની મહત્ત્વની સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યોની સંખ્યા ૧૩થી ઘટીને ૧૨ થઈ ગઈ છે.

આ ઘટનાએ વડોદરાના રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા કર્યા છે. ભાજપના જ એક સભ્યની સતત બે મહિના સુધીની ગેરહાજરી પાછળનું કારણ શું છે? શું આ ગેરહાજરી અંગત હતી કે પછી પક્ષની આંતરિક ખેંચતાણ સાથે સંકળાયેલી છે? તે અંગે વિવિધ અટકળો વહેતી થઈ છે.

સ્ટેન્ડિંગ કમિટી વડોદરા શહેરના બજેટ, મોટા પ્રોજેક્ટ્સ અને નીતિગત બાબતો પર અંતિમ મહોર મારતી હોવાથી, આ સભ્યપદ ખાલી પડવાથી આગામી દિવસોમાં આ પદ પર નવી નિમણૂક અંગે પક્ષમાં હલચલ જોવા મળશે. વહીવટી તંત્ર દ્વારા આ અંગેની જાણ મેયર અને ચેરમેનને કરી દેવાતા, હવે આ ખાલી પડેલી જગ્યા પર નિમણૂક માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic