Tuesday, 1 September 2026
  • Home  
  • ગુજરાત પોલીસના કાફલામાં ઉમેરાશે ૫૦૦ નવા ‘જનરક્ષક’ વાહનો, ૧૦ મિનિટમાં પહોંચશે મદદ!
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ગુજરાત પોલીસના કાફલામાં ઉમેરાશે ૫૦૦ નવા ‘જનરક્ષક’ વાહનો, ૧૦ મિનિટમાં પહોંચશે મદદ!

ગાંધીનગર: રાજ્યના નાગરિકોની સુરક્ષા અને આપાતકાલીન સ્થિતિમાં ઝડપી મદદ પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ૧૧૨ ‘જનરક્ષક’ પ્રોજેક્ટનો ભવ્ય વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત તારીખ ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવા સચિવાલય ખાતેથી વધુ ૫૦૦ અત્યાધુનિક ‘જનરક્ષક’ વાહનોને ફ્લેગ ઓફ કરાવીને પોલીસ કાફલામાં સમર્પિત કરશે. આ નવા ૫૦૦ વાહનોના ઉમેરા સાથે […]

ગાંધીનગર: રાજ્યના નાગરિકોની સુરક્ષા અને આપાતકાલીન સ્થિતિમાં ઝડપી મદદ પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ૧૧૨ ‘જનરક્ષક’ પ્રોજેક્ટનો ભવ્ય વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત તારીખ ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવા સચિવાલય ખાતેથી વધુ ૫૦૦ અત્યાધુનિક ‘જનરક્ષક’ વાહનોને ફ્લેગ ઓફ કરાવીને પોલીસ કાફલામાં સમર્પિત કરશે. આ નવા ૫૦૦ વાહનોના ઉમેરા સાથે હવે સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક કટોકટીની સ્થિતિમાં સેવા આપવા માટે કુલ ૧,૦૦૦ જનરક્ષક વાહનો સતત કાર્યરત રહેશે.

આધુનિક ટેક્નોલોજી, ૧૫૦ બેઠકો ધરાવતા સેન્ટ્રલાઈઝ્ડ કોલ સેન્ટર અને CAD (કમ્પ્યુટર એડેડ ડિસ્પેચ) સિસ્ટમના કારણે ઇમરજન્સી સેવાઓ અત્યંત ઝડપી બની છે.

  • ઝડપી કામગીરી: સુધારેલી ટેક્નોલોજીના કારણે રાજ્યનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૨૭ મિનિટથી ઘટીને હવે માત્ર ૧૦:૪૯ મિનિટ થઈ ગયો છે.
  • ૧૧ મહિનાની સફળતા: જનરક્ષક સેવા શરૂ થયાના માત્ર ૧૧ મહિનાના ટૂંકા ગાળામાં ૧૧.૦૪ લાખથી વધુ ઇમરજન્સી કેસોમાં સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે.
  • નવી SOP: હવે સરહદના સીમાડા ભૂલીને જે-તે ઘટનાસ્થળની સૌથી નજીક ઉપલબ્ધ વાહનને જ તાત્કાલિક રવાના કરવામાં આવશે.

ડાયલ ૧૧૨ સેવા હેઠળ રાજ્યની તમામ મુખ્ય ઇમરજન્સી હેલ્પલાઇન એક જ મંચ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ઇમરજન્સી સેવાહેલ્પલાઇન નંબર
પોલીસ ઇમરજન્સી૧૦૦
એમ્બ્યુલન્સ સેવા૧૦૮
ફાયર બ્રિગેડ૧૦૧
મહિલા હેલ્પલાઇન૧૮૧
ચાઇલ્ડ હેલ્પલાઇન૧૦૯૮
ડિઝાસ્ટર હેલ્પલાઇન૧૦૭૦

મહિલાઓ અને નાગરિકોની સુરક્ષા માટે ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી કેબ એપ્લિકેશન્સમાં પણ ડાયલ ૧૧૨ પેનિક બટન ઇન્ટિગ્રેટ કરી દેવામાં આવ્યું છે.

નવા સમાવેશ કરાયેલા તમામ વાહનો નાગરિકો તેમજ પોલીસ કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે:

  • હાઇ-ટેક સજ્જતા: દરેક વાહનમાં રિયલ-ટાઇમ લોકેશન માટે GPS ટ્રેકિંગ અને મોબાઇલ ડેટા ટર્મિનલ (MDT) મુકાયા છે.
  • સુરક્ષા સાધનો: વાહનો પૂર્ણ રીતે AC યુક્ત, સેફ્ટી ગ્રીલ, લાઈટ બાર, સાયરન, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, સર્ચ લાઈટ અને પ્રથમ સારવાર (First-Aid) કિટથી સજ્જ છે.
  • પોલીસ સ્ટાફ ગિયર: વાહન પર તૈનાત સ્ટાફ માટે બોડી-વોર્ન કેમેરા, ડેશ કેમ, હેલ્મેટ અને પ્રોટેક્ટિવ ગિયર આપવામાં આવ્યા છે.
  • માનવબળ: દરેક વાહન પર ૨૪ કલાકની ફરજ માટે ૧ ASI/HC, ૨ કોન્સ્ટેબલ અને ૧ ડ્રાઇવર તૈનાત રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic