Tuesday, 3 November 2026
  • Home  
  • ગુજરાતમાં આરોગ્ય વિભાગની મેગા ડ્રાઇવમાં ૩૮ બોગસ ડૉક્ટરો ઝડપાયા, ૩૫ સામે કડક FIR!
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ગુજરાતમાં આરોગ્ય વિભાગની મેગા ડ્રાઇવમાં ૩૮ બોગસ ડૉક્ટરો ઝડપાયા, ૩૫ સામે કડક FIR!

ગાંધીનગર: સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય અને જીવ સાથે ચેડાં કરતા ડિગ્રી વગરના લેભાગુ અને બોગસ તબીબો સામે ગુજરાત સરકારે લાલ આંખ કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ રાજ્યવ્યાપી એક સઘન અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો અને આરોગ્ય કમિશનર રતનકંવર ગઢવી ચારણ […]

ગાંધીનગર: સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય અને જીવ સાથે ચેડાં કરતા ડિગ્રી વગરના લેભાગુ અને બોગસ તબીબો સામે ગુજરાત સરકારે લાલ આંખ કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ રાજ્યવ્યાપી એક સઘન અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો અને આરોગ્ય કમિશનર રતનકંવર ગઢવી ચારણ સહિતના ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં છેલ્લા ૧૫ દિવસથી સમગ્ર ગુજરાતમાં એક વિશેષ મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે, જેમાં ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવતા ૩૮ શંકાસ્પદ બોગસ ડૉક્ટરો પકડાઈ ચૂક્યા છે, જેમાંથી ૩૫ અનધિકૃત તબીબો સામે પોલીસ ચોપડે સત્તાવાર રીતે એફ.આઈ.આર. (FIR) નોંધીને કાયદાકીય શિકંજો કસવામાં આવ્યો છે.

આ મેગા ડ્રાઇવની વિસ્તૃત માહિતી આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં બોગસ ડૉક્ટરોની બદીને જડમૂળથી ઉਖડી ફેંકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૯૮ વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ સતત ૧૫ દિવસ સુધી સઘન તપાસ અભિયાન ચલાવ્યું હતું. અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરો તેમજ અન્ય જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી (SOG) અને આરોગ્ય વિભાગે સંયુક્તપણે આ ઓપરેશન પાર પાડ્યું હતું. પ્રાપ્ત આંકડાઓ મુજબ, આ ડ્રાઇવ દરમિયાન સૌથી વધુ રાજકોટમાં ૧૭ બોગસ ડૉક્ટરો ઝડપાયા છે, જ્યારે સુરતમાં ૦૯, ગીર સોમનાથમાં ૦૩, સુરેન્દ્રનગરમાં ૦૨ અને અન્ય વિસ્તારોમાં ૧-૧ એમ કુલ ૩૫ બોગસ ડૉક્ટરો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે.

સરકારના અગાઉના દિશાનિર્દેશો મુજબ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે જિલ્લા કક્ષાએ ખાસ કમિટીઓની રચના કરવામાં આવી છે. આ કમિટીઓમાં તાલુકા હેલ્થ ઓફિસર (THO), પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI), હેડ કોન્સ્ટેબલ, મલ્ટીપર્પસ હેલ્થ સુપરવાઇઝર અને તલાટી-કમ-મંત્રીનો સમાવેશ થાય છે, જેઓ બાતમીદારોના માધ્યમથી સક્રિય રહીને દરોડા પાડી રહ્યા છે. દરોડાની આ કાર્યવાહી દરમિયાન કેટલાક લેભાગુ તત્વો અગાઉથી જ પોતાના દવાખાનાં બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું પણ ધ્યાને આવ્યું છે, પરંતુ આવા ફરાર તત્વોને પકડવા માટે પોલીસ અને આરોગ્ય વિભાગનું વિશેષ સર્વેલન્સ સતત ચાલુ છે.

આરોગ્ય મંત્રીએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે રાજ્યની સરકારી હોસ્પિટલો, સીએચસી (CHC) અને પીએચસી (PHC) કેન્દ્રો પર નિઃશુલ્ક સારવાર અને લેબોરેટરી ટેસ્ટ ઉપલબ્ધ છે. ખાનગી સારવાર લેતી વખતે હંમેશાં એમબીબીએસ (MBBS) કે સરકાર માન્ય ડિગ્રી ધરાવતા રજિસ્ટર્ડ તબીબો પાસે જ જવું હિતાવહ છે. ડિગ્રી વગરના અણઘડ તત્વો પાસે સારવાર કરાવવાથી માનવ શરીરને કાયમી નુકસાન થઈ શકે છે. આગામી સમયમાં પણ આ ઝુંબેશ વધુ આક્રમક રીતે ચાલુ રહેશે અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ શખ્સને બક્ષવામાં નહીં આવે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic