Sunday, 31 May 2026
  • Home  
  • લાઈનમાંથી ઓનલાઈન : હવે ગુજરાતમાં ઘરે બેઠા મોબાઈલ પર મળશે રેશનકાર્ડ, આવક અને જાતિના દાખલા
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - લાઈફસ્ટાઈલ - સૌરાષ્ટ્ર

લાઈનમાંથી ઓનલાઈન : હવે ગુજરાતમાં ઘરે બેઠા મોબાઈલ પર મળશે રેશનકાર્ડ, આવક અને જાતિના દાખલા

ગાંધીનગર:હવે રાજ્યના નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી કે અલગ-અલગ વેબ પોર્ટલ પર લોગઈન કરવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર અને ફેસબુક-વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા (Meta Platforms Inc.) વચ્ચે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ કરાર (MoU) સંપન્ન થયા છે. આ કરાર અંતર્ગત હવે નાગરિકોને માત્ર એક જ વોટ્સએપ નંબર પરથી તમામ મહત્વની […]

ગાંધીનગર:હવે રાજ્યના નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી કે અલગ-અલગ વેબ પોર્ટલ પર લોગઈન કરવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર અને ફેસબુક-વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા (Meta Platforms Inc.) વચ્ચે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ કરાર (MoU) સંપન્ન થયા છે. આ કરાર અંતર્ગત હવે નાગરિકોને માત્ર એક જ વોટ્સએપ નંબર પરથી તમામ મહત્વની સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવાશે.

રાજ્ય સરકારે સુગમ ડિજિટલ ગુજરાત ઇનિશિયેટિવ હેઠળ પાંચ મુખ્ય સરકારી વિભાગોની અંદાજે ૨૦ જેટલી પ્રજાલક્ષી સેવાઓ ટૂંક સમયમાં વોટ્સએપ ચેટબોટ (WhatsApp Chatbot) મારફતે લાઈવ કરવાનું આયોજન કર્યું છે. આ સુવિધા અંતર્ગત શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારના નાગરિકો નીચે મુજબના કામો ઘર બેઠા માત્ર થોડી જ ક્લિક્સમાં કરી શકશે :

પ્રમાણપત્રો: આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો અને EWS (આર્થિક રીતે નબળા વર્ગ) ના સર્ટિફિકેટ.

મહેસૂલ અને કાયદો: જમીનના મહેસૂલ રેકોર્ડ્સ (૭/૧૨, ૮-અ) અને સત્તાવાર સોગંદનામા (Affidavits).

નાગરિક પુરવઠો: રેશન કાર્ડ ઓનલાઈન અપડેટ કરવાની સુવિધા.

ફરિયાદ નિવારણ: કોઈપણ સરકારી કામકાજ અંગેની ઓનલાઈન ફરિયાદો (Grievance Redressal) અને તેનું રિયલ ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગ.

આ આધુનિક વોટ્સએપ ચેટબોટ સંપૂર્ણપણે દ્વિભાષી એટલે કે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં કાર્યરત રહેશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે નાગરિકોને માત્ર સરકારી યોજનાઓની માહિતી જ નહીં મળે, પરંતુ અરજી ફોર્મ ભરવાથી લઈને સર્ટિફિકેટ કે દસ્તાવેજ ડાઉનલોડ કરવા સુધીની ‘એન્ડ-ટુ-એન્ડ’ (End-to-End) પ્રક્રિયા વોટ્સએપ પર જ પૂર્ણ થઈ જશે. આનાથી સામાન્ય માણસના સમય અને નાણાં બંનેની મોટી બચત થશે તેમજ વહીવટી તંત્રમાં પારદર્શિતા અને જવાબદેહી વધુ સુદ્રઢ બનશે.

આ ઐતિહાસિક કરાર પર રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના સચિવ હારિત શુક્લા અને મેટા કંપનીના ડિરેક્ટર તથા હેડ ઓફ પોલિસીઝ અમન જૈન તેમજ કન્ટ્રી ડિરેક્ટર એ. શ્રીનિવાસે હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા સહિતના વરિષ્ઠ સચિવો અને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આવનારા દિવસોમાં આ પ્લેટફોર્મ સાથે તબક્કાવાર સરકારના અન્ય વિભાગોની વધુ સેવાઓ પણ સાંકળવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic