Friday, 17 April 2026
  • Home  
  • થરાદ: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વ પૂર્વે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું
- ઉત્તર ગુજરાત - ગુજરાત

થરાદ: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વ પૂર્વે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું

થરાદ: આગામી ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે નવસર્જિત વાવ-થરાદ જિલ્લાના આંગણે યોજાવા જઈ રહી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે થરાદ ખાતે પોલીસ વિભાગ દ્વારા વિશેષ ‘શસ્ત્ર પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આધુનિક શસ્ત્રોનું નિરીક્ષણ અને ગૌરવ ઉદ્ઘાટન બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ […]

થરાદ: આગામી ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે નવસર્જિત વાવ-થરાદ જિલ્લાના આંગણે યોજાવા જઈ રહી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે થરાદ ખાતે પોલીસ વિભાગ દ્વારા વિશેષ ‘શસ્ત્ર પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રદર્શનમાં રાખવામાં આવેલા ભારતીય સૈન્ય અને ગુજરાત પોલીસના આધુનિક શસ્ત્રોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રાઈફલ્સ, પિસ્તોલ, મશીનગન અને સંદેશાવ્યવહારના અત્યાધુનિક સાધનો કેવી રીતે કાર્ય કરે છે તેની ટેકનિકલ માહિતી સુરક્ષા દળોના અધિકારીઓ પાસેથી મેળવી હતી. અધ્યક્ષએ જણાવ્યું હતું કે, “આ પ્રદર્શન માત્ર હથિયારોનો સંગ્રહ નથી, પરંતુ આપણી સુરક્ષા એજન્સીઓની તાકાત અને સજ્જતાનું પ્રતીક છે.”

શંકર ચૌધરીએ ખાસ કરીને સરહદી વિસ્તારના વાલીઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના બાળકો સાથે આ પ્રદર્શનની મુલાકાત અવશ્ય લે. તેમણે ઉમેર્યું કે, “જ્યારે બાળક પોતાની નજર સામે આ શસ્ત્રો અને ગણવેશધારી જવાનોને જુએ છે, ત્યારે તેનામાં દેશભક્તિ, શિસ્ત અને રાષ્ટ્ર સેવાના બીજ રોપાય છે. ભવિષ્યમાં આ જ બાળકો સેના કે પોલીસમાં જોડાઈને દેશનું રક્ષણ કરવા પ્રેરાશે.”

વાવ-થરાદ એ ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલો વિસ્તાર હોવાથી અહીં યોજાનારી રાજ્યકક્ષાની ઉજવણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ શસ્ત્ર પ્રદર્શન સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રદર્શનને પગલે સમગ્ર સરહદી પટ્ટામાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો છે. આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic