Tuesday, 3 November 2026

Tag: Gujarat News

ગુજરાત સૌરાષ્ટ્ર

વેરાવળમાં ‘વિકાસ સંકલ્પ સભા’માં જગદીશ વિશ્વકર્માના પ્રહાર, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કેસરીયો ધારણ કર્યો

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી-આદ્રી ગામે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ‘વિકાસ સંકલ્પ સભા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપા ઉમેદવારોના સમર્થનમાં ઉમટી પડેલી વિશાળ જનમેદનીને સંબોધતા વિશ્વકર્માએ કોંગ્રેસની જ્ઞાતિવાદની રાજનીતિ પર આકરા પ્રહારો કર્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસવાદના વિઝનને બિરદાવ્યો હતો. કોંગ્રેસની નિષ્ક્રિયતા અને ભાજપાનો વિકાસવાદ જગદીશ […]

દેશ-દુનિયા

જાપાનમાં 7.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણીથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ફફડાટ

જાપાનમાં એકવાર ફરી કુદરતે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ઉત્તર જાપાનના વિસ્તારોમાં રિક્ટર સ્કેલ પર 7.5ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે. ભૂકંપના આંચકા એટલા પ્રચંડ હતા કે ગણતરીની સેકન્ડોમાં રહેણાંક ઈમારતો અને ઓફિસો ધ્રૂજવા લાગી હતી. આ આંચકા બાદ જાપાનના હવામાન વિભાગે તાત્કાલિક ધોરણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી એલર્ટ જાહેર કરી દીધું છે. સુનામીનો ભય અને […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદ : રિક્ષાને અડફેટે લીધા બાદ કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં સોમવારે બપોરે એક ભયાનક હિટ એન્ડ રનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિકોલના ભક્તિ સર્કલ પાસે એક પૂરઝડપે આવતી લક્ઝરી BMW કારે રોડ પર જતી પેસેન્જર રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે રિક્ષા હવામાં ફંગોળાઈને પલટી ખાઈ ગઈ હતી અને કાર કાબુ બહાર જઈ સીધી નજીકના AMTS બસ […]

દેશ-દુનિયા

Jammu and Kashmir : ઉધમપુરના કનોટે પાસે બસ 100 ફૂટ ઉંડી ખીણમાં પડી, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

ઉધમપુર: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ઉધમપુરના કનોટે ગામ પાસે મુસાફરો ભરેલી એક બસ અચાનક ચાલકે સંતુલન ગુમાવતા અંદાજે 100 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 મુસાફરોના કરુણ મોત નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. […]

દેશ-દુનિયા બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો : તેજી છતાં ઓલ-ટાઇમ હાઈથી હજુ પણ સસ્તું ખરીદવાની તક!

વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલી હલચલને પગલે ભારતીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન બંને કિંમતી ધાતુઓએ રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. જોકે, સૌથી રસપ્રદ વાત એ છે કે આટલી તેજી છતાં સોનું અને ચાંદી તેમના અગાઉના રેકોર્ડ સ્તરથી હજુ પણ ઘણા નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતના માછીમારને મળી અનોખી ‘બોક્સફિશ’, જાણો મર્સિડીઝની ‘બાયોનિક’ કાર અને આ માછલી વચ્ચે શું છે કનેક્શન

જામનગર: ગુજરાતના દરિયાકાંઠે માછીમારી દરમિયાન એક માછીમારને એક અત્યંત અનોખી માછલી મળી આવી છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. માછીમાર આ માછલીને ‘દરિયાઈ ઉંદર’ તરીકે ઓળખાવે છે, પરંતુ વિજ્ઞાનની ભાષામાં તેને ‘યલો બોક્સફિશ’ (Yellow Boxfish) કહેવામાં આવે છે. પીળા રંગની અને કાળા ટપકાંવાળી આ માછલી દેખાવમાં કોઈ નાના રમકડા […]

ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

આદિવાસી પટ્ટામાં ભાજપનો કેસરિયો : દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગજવી સભાઓ

મધ્ય ગુજરાત: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે દાહોદના છાપરી, પંચમહાલના ઘોઘંબા અને છોટાઉદેપુરના બોડેલી ખાતે વિરાટ જાહેરસભાઓને સંબોધિત કરી હતી. ભગવાન બિરસામુંડાના જયઘોષ સાથે તેમણે આદિવાસી સમાજના સ્વતંત્રતા સંગ્રામમાં અતુલનીય યોગદાનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ૧૮૫૭ના સંગ્રામમાં અંગ્રેજોને હંફાવનાર આ વીર સમાજના સપનાઓને સાકાર કરવાનું કામ માત્ર ભાજપ સરકારે કર્યું છે. કોંગ્રેસના […]

ગુજરાત સૌરાષ્ટ્ર

Gujarat Election : કચ્છમાં ભાજપના ચૂંટણી પ્રચારનો શંખનાદ, મુખ્યમંત્રીએ ભાજપને વિજયી બનાવવા કર્યું આહ્વાન

કચ્છ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના અબડાસા અને ગાંધીધામમાં તોતીંગ જનસભા ગજવી હતી. ‘વિકાસ સંકલ્પ સભા’ને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ કચ્છના ખમીર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા પરિવર્તનને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ જે કચ્છને બેઠું કરવું અશક્ય લાગતું હતું, તે આજે PM મોદીના […]

દેશ-દુનિયા

‘મતદાન માટે કોઈને મજબૂર ન કરી શકાય’ : સુપ્રીમ કોર્ટે મતદાન ન કરનારા પર દંડ કરવાની અરજી ફગાવી

નવી દિલ્હી: ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે કાયદાકીય દબાણ લાવવાની માંગ કરતી એક જાહેર હિતની અરજી (PIL) ને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લોકશાહીમાં મતદાન કરવું એ એક પવિત્ર હક અને નૈતિક જવાબદારી છે, પરંતુ તે કોઈ ફરજિયાત કાયદો નથી કે જેના ભંગ બદલ નાગરિકોને સજા આપી શકાય. ચીફ […]

ગુજરાત મધ્ય ગુજરાત

GUJARAT ELECTION : વડોદરા ભાજપમાં મોટું ઓપરેશન, અપક્ષ અને કોંગ્રેસમાંથી ફોર્મ ભરનારાઓને પક્ષે બતાવ્યો બહારનો રસ્તો

વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 ના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા જિલ્લા ભાજપ સંગઠનમાં મોટો વળાંક આવ્યો છે. પક્ષની શિસ્ત અને સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરનાર કાર્યકરો સામે પ્રદેશ હાઈકમાન્ડની સૂચનાથી કડક પગલાં લેવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા 11 જેટલા સક્રિય કાર્યકરો અને હોદ્દેદારોને તાત્કાલિક […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic