Saturday, 31 October 2026

Tag: Gujarat Police

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત SVNIT ખાતે ‘ઈ-રક્ષક હેકેથોન’નો ગ્રાન્ડ ફિનાલે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિતિ!

સુરત: સુરત શહેર પોલીસ અને સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) ના નેક્સસ યુનિટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘ઈ-રક્ષક હેકેથોન’ ના ગ્રાન્ડ ફિનાલેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. દેશના ૬ રાજ્યોની ૧૩ થી વધુ યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોની ૩૧ ટીમોના ૧૫૦ થી વધુ યુવા તકનીકી નિષ્ણાત વિદ્યાર્થીઓ દ્વારા સાયબર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાપન અને […]

ગુજરાત સૌરાષ્ટ્ર

જામનગર પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ૮ વર્ષની માસૂમની ઘાતકી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા!

જામનગર: ગુજરાત સરકારે મહિલાઓ અને માસૂમ બાળકીઓ સામે થતા ગંભીર ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની કડક નીતિ અપનાવી છે. આ નીતિ અને પોલીસ તંત્રની ચપળતાના પરિણામે જામનગર પોક્સો કોર્ટે એક અત્યંત સરાહનીય અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જામનગર જિલ્લાના સિક્કા ખાતે ૮ વર્ષની માસૂમ અબુધ બાળકી પર શારીરિક અત્યાચાર ગુજારી તેની નિર્મમ હત્યા કરવાના કેસમાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

ખેડા રેલવે સ્ટેશનની રૂ. ૪ કરોડની સોનાની લૂંટનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ, PI એ ૫૦૦ મીટર ઘસડાઈને આરોપીઓને દબોચ્યા!

વિરમગામ: ખેડા રેલવે સ્ટેશન પર સાંજના સમયે બનેલી સોનાની સનસનાટીભરી લૂંટની ઘટનાનો અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને પશ્ચિમ રેલવે જીઆરપી (GRP) પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં ઉકેલ લાવી દીધો છે. પોલીસે અત્યંત સાહસિક અને ત્વરિત કામગીરી કરીને લૂંટમાં સંડોવાયેલા તમામ ૪ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી લૂંટાયેલું આશરે ૨.૯૦ કિલોગ્રામ સોનું (કિંમત અંદાજે […]

ઉત્તર ગુજરાત ગુજરાત

DGP કચેરીના ‘જનસંપર્ક કાર્યાલય’ થકી ૮ મહિનામાં ૩૧૦ રજૂઆતોનો ઉકેલ, ૨૮ ગંભીર કેસોમાં તાત્કાલિક FIR!

ગાંધીનગર: રાજ્યના છેવાડાના માનવીને ત્વરિત, પારદર્શક અને સંવેદનાસભર ન્યાય પૂરો પાડવાના દ્રઢ સંકલ્પ સાથે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે શરૂ કરવામાં આવેલું ‘જનસંપર્ક કાર્યાલય’ આજે સામાન્ય નાગરિકો માટે અત્યંત વિશ્વાસપાત્ર સેતુ સાબિત થઈ રહ્યું છે. રાજ્યના પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમજ લૉ એન્ડ ઓર્ડર ડીજીપી રાજકુમાર પાંડિયનના સીધા માર્ગદર્શન અને ઉચ્ચસ્તરીય મધ્યસ્થી હેઠળ આ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત પોલીસની મેગા ડ્રાઇવમાં ૨૦ દિવસમાં ૧૮ હજારથી વધુ કેસ, ૪ હજારથી વધુ વાહનો ડિટેઇન!

ગાંધીનગર: રાજ્યમાં માર્ગ સલામતીને વધુ સુનિશ્ચિત કરવા અને ટ્રાફિકના કાયદાનું કડક પાલન કરાવવાના ઉદ્દેશથી ગુજરાત પોલીસ વિભાગ દ્વારા એક મોટું અને આક્રમક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકના સીધા માર્ગદર્શન હેઠળ તાજેતરમાં જ ૧લી સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં નંબર પ્લેટ વગરના, ચેડાં કરેલી અથવા અયોગ્ય અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

પોક્સો કેસોમાં ગુજરાતમાં ઐતિહાસિક ન્યાય, ૫ વર્ષમાં ૯૦૮ને આજીવન કેદ અને ૧૬ને ફાંસી!

ગાંધીનગર: ગુજરાતમાં મહિલાઓ અને માસૂમ દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ પર મક્કમતાથી આગળ વધી રહી છે. માસૂમ બાળકીઓ પર દુષ્કર્મ આચરનારા નરાધમોને કડકમાં કડક સજા અપાવવા માટે ગુજરાત પોલીસે અપનાવેલી વૈજ્ઞાનિક તપાસ પદ્ધતિ અને ફાસ્ટ ટ્રેક કોર્ટોની સક્રિયતાના પરિણામે પોક્સો (POCSO – Protection of Children from Sexual Offences) હેઠળના […]

ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય ગુજરાત

બોમ્બ ધમકીથી ખળભળાટ : અમદાવાદની ૩ નામાંકિત સ્કૂલો, ગાંધીનગર કોર્ટ અને વિધાનસભાને ‘ખાલિસ્તાન’ના નામે ઉડાવી દેવાની ધમકી

ગાંધીનગર: અમદાવાદ શહેરની પ્રખ્યાત શાળાઓ, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ અને ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળતાં સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ઈ-મેઈલમાં “ગુજરાત બોલેગા ખાલિસ્તાન જિંદાબાદ” લખીને દહેશત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ધમકીની જાણ થતાં જ વાલીઓ, વિદ્યાર્થીઓ, વકીલો અને સરકારી તંત્રમાં ભારે દોડધામ અને ફફડાટ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ડિજિટલ કંકોત્રી ખોલતા જ બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી! સાયબર ઠગોની નવી મોડસ ઓપરેન્ડી અંગે સુરત પોલીસની મોટી ચેતવણી

સુરત: લગ્નની સીઝન શરૂ થતાં જ સાયબર ક્રિમીનલોએ નાગરિકોને શિકાર બનાવવા માટે એક નવો અને ખતરનાક કીમિયો અપનાવ્યો છે. જો તમારા WhatsApp, Facebook કે Instagram પર કોઈ અજાણ્યા કે જાણીતા નંબર પરથી ડિજિટલ લગ્ન કંકોત્રી આવે, તો તેને ઉતાવળમાં ઓપન કરતા પહેલા સો વાર વિચારજો. સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસે એક અપીલ જાહેર કરીને નાગરિકોને […]

ગુજરાત મધ્ય ગુજરાત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ફોટો વાપરી દારૂ અંગે અફવા ફેલાવનાર ઇન્સ્ટાગ્રામ યુઝર સામે ખેડા સાયબર ક્રાઇમમાં ગુનો!

ખેડા: સોશિયલ મીડિયા પર સરકારી પદો અને જાહેર ક્ષેત્રના મહાનુભાવોના નામે ખોટી અફવાઓ અને ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ફોટોગ્રાફ વાપરીને ગામમાં દારૂના વેચાણ અને સરપંચ સામે કાર્યવાહી અંગેની ગેરમાર્ગે દોરનારી પોસ્ટ મુકનાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક સામે ખેડા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદ : ૧૧૦ કિમીની ઝડપે ગાડી દોડાવનાર ૨૪ વર્ષીય પાયલટની ધરપકડ! સીસીટીવી વીડિયો વાયરલ

અમદાવાદ: પુણેના ચર્ચિત પોર્શ અકસ્માત બાદ હવે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા લો ગાર્ડન ખાતે પૂરપાટ ઝડપે દોડતી પોર્શ કારનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. લો ગાર્ડન પાસે અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂકીને ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે કાર હંકારનાર ૨૪ વર્ષીય પાયલટની નવરંગપુરા પોલીસે અટકાયત કરી છે. ડેશકેમમાં કેદ થયેલો આ ખતરનાક ઘટનાનો વીડિયો સોશિયલ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic