Monday, 18 May 2026

Tag: Gujarat

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા ગ્રામ્ય LCB ની મોટી કાર્યવાહી, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કન્ટેનરમાં છુપાવેલો રૂ.94.23 લાખનો દારૂ ઝડપાયો

વડોદરા: વડોદરા ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ દારૂબંધીના કડક અમલ માટે એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગના એક કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચથી વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે વડોદરા તાલુકા પોલીસ […]

ગુજરાત મનોરંજન સૌરાષ્ટ્ર

કવિ કાગની અમર વાણી હવે ડિજિટલ અવતારમાં, કાગધામ ખાતે ‘વાણી તો અમરત વદાં’નું વિમોચન

અમરેલી: અમરેલી જિલ્લાના સુપ્રસિદ્ધ કાગધામ મજાદર ખાતે લોકસાહિત્યના આદિપુરુષ પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની ૪૯મી પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘કાગના ફળિયે કાગની વાતુ’ કાર્યક્રમના ૨૫માં મણકા નિમિત્તે, રાજ્યના માહિતી ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલી કવિ કાગના જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’ ની નવી આવૃત્તિનું પ્રખ્યાત રામાયણી […]

ઉત્તર ગુજરાત ગુજરાત બિઝનેસ સૌરાષ્ટ્ર

ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026 : ગુજરાત સરકાર અને L&T વ્યોમા વચ્ચે ઐતિહાસિક MoU

નવી દિલ્હી: ભારતની AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ક્રાંતિમાં અગ્રેસર રહેવા માટે ગુજરાત સરકારે વધુ એક મક્કમ ડગલું ભર્યું છે. નવી દિલ્હી ખાતે યોજાયેલ ‘ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026’ અંતર્ગત વન, પર્યાવરણ અને સાયન્સ-ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને L&T વ્યોમા વચ્ચે અત્યંત મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે. […]

દેશ-દુનિયા

દિલ્હી AI ઇમ્પેક્ટ સમિટમાં હંગામો : ભારત મંડપમમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકરોનો અર્ધલગ્ન અવસ્થામાં વિરોધ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે આયોજિત ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન આજે સુરક્ષામાં ચૂકનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ઇન્ડિયન યુથ કોંગ્રેસના સભ્યો હોવાનો દાવો કરનારા લોકોના એક જૂથે સમિટના સ્થળે અચાનક પહોંચીને શર્ટ વગર (shirtless) વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા કાર્યક્રમમાં વિક્ષેપ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં પ્રેમલગ્ન હવે નહીં રહે ‘ખાનગી’, માતા-પિતાની જાણકારી અને સહી થશે ફરજિયાત

ગાંધીનગર: ગુજરાતમાં પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી અટકાવવા અને સામાજિક ગરિમા જાળવી રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2006’ માં મોટા સુધારા કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે થયેલી ગંભીર ચર્ચાઓ બાદ આ નિર્ણય લેવાયો છે. પાટીદાર, ક્ષત્રિય અને […]

ગુજરાત મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ

આણંદના ખેડૂતો સાવધાન : વાદળછાયા વાતાવરણમાં તમાકુના પાકને મોલોમસીથી બચાવવા અપનાવો આ રીત

આણંદ: ‘તમાકુના પ્રદેશ’ તરીકે જાણીતા આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રવર્તી રહેલા વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભેજવાળા અને વાદળછાયા હવામાનને લીધે તમાકુના પાકમાં ‘મોલોમસી’ (એફિડ્સ) નામની જીવાતનો ઉપદ્રવ ઝડપથી વધી રહ્યો છે. આ જીવાત તમાકુના પાનની ગુણવત્તા અને ઉત્પાદન પર ગંભીર અસર કરી શકે છે. જિલ્લા ખેતીવાડી અધિકારીની માર્ગદર્શિકા […]

દેશ-દુનિયા

બ્રેકિંગ ન્યૂઝ : બ્રિટનના એક્સ-પ્રિન્સ એન્ડ્રુની ધરપકડ, જેફરી એપ્સ્ટિનને ગુપ્ત દસ્તાવેજો મોકલવાના આક્ષેપમાં પોલીસે કરી મોટી કાર્યવાહી

બ્રિટિશ રાજવી પરિવાર (Royal Family) માટે આજે એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બીબીસીના અહેવાલ મુજબ, ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્રુની ‘જાહેર પદ પર દુરાચરણ’ (Misconduct in Public Office) ના શંકાસ્પદ આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આજે વહેલી સવારે નોરફોક સ્થિત સેન્ડ્રિંગહામ એસ્ટેટ (Sandringham Estate) ખાતે પોલીસના કાફલાના આગમન બાદ આ સનસનાટીપૂર્ણ ધરપકડ કરવામાં આવી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત : માથાભારે ચિરાગ ગોટીનો આતંક ઓગળ્યો, 4 દિવસમાં બીજી વાર કરાયું ‘ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન’

સુરત: સુરત શહેરમાં જેની દાદાગીરી અને લુખ્ખાગીરીથી લોકો ફફડતા હતા, તેવા માથાભારે આરોપી ચિરાગ ગોટીની શાન ઠેકાણે લાવવા પોલીસે કમર કસી છે. સિંગણપોર બાદ હવે સરથાણા પોલીસ દ્વારા આરોપી ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ચાર દિવસમાં આ બીજી વખત છે જ્યારે પોલીસે જાહેરમાં આરોપીના હાથમાં દોરડું બાંધી તેને રસ્તા પર […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ-કરમસદ મનપાનો સપાટો : જાહેર માર્ગો પરથી દબાણોનો સફાયો

આણંદ: આણંદ-કરમસદ મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના કમિશનરની સૂચના મુજબ, એસ્ટેટ વિભાગ દ્વારા આજે વિદ્યાનગર અને આણંદના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટાઉનહોલ વિસ્તારમાં મોટી કાર્યવાહી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે ખાસ કરીને આણંદ ટાઉનહોલ પાસેના […]

ગુજરાત મધ્ય ગુજરાત

‘મંથન’ બાદ સહકારી ક્રાંતિનો નવો અધ્યાય : દેશના મંત્રીઓ અને સચિવોએ લીધી “ત્રિભુવન” યુનિવર્સિટીની મુલાકાત

આણંદ: ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી ઐતિહાસિક મેગા-સમિટ ‘મંથન’ ના સફળ આયોજન બાદ, દેશભરના સહકારી ક્ષેત્રના દિગ્ગજોએ આણંદ સ્થિત “ત્રિભુવન” સહકારી યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળમાં મહારાષ્ટ્રના સહકાર મંત્રી બાબાસાહેબ પાટીલ, દિલ્હીના સહકાર મંત્રી રવિંદર ઇન્દ્રજ સિંહ સહિત વિવિધ રાજ્યોના સચિવો અને રજિસ્ટ્રારો (RCS) સામેલ થયા […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic