Blog

ગુજરાત મધ્ય ગુજરાત

મહિલા સુરક્ષા અને સ્વાસ્થ્યનો ‘સેતુ’ : આણંદ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયો વિશેષ સેમિનાર

આણંદ: આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU) અને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના જેન્ડર રિસોર્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે “સેતુ” પ્રોગ્રામ હેઠળ એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં જાતિગત સમાનતા લાવવા અને મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો હતો. […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

આદિવાસી ઉમેદવારો સાથે અન્યાયનો આક્ષેપ : રેવન્યુ તલાટી ભરતીમાં ૪૦% લઘુતમ ગુણની મર્યાદા હટાવવા ચૈતર વસાવાની રજૂઆત

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા હાથ ધરવામાં આવેલી ૨૩૮૯ રેવન્યુ તલાટીની ભરતી પ્રક્રિયા સામે લાલ આંખ કરી છે. ચૈતર વસાવાએ મંડળના અધ્યક્ષને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે કે આ ભરતીમાં અનુસૂચિત જનજાતિ (ST) ના ઉમેદવારો માટે રાખવામાં આવેલી ૪૦ ટકા ફરજિયાત લઘુતમ ગુણની શરત […]

લાઈફસ્ટાઈલ

Republic Day 2026: પ્રજાસત્તાક પર્વે દેખાઓ સૌથી અલગ, ટ્રાય કરો આ લેટેસ્ટ ત્રિરંગા ફેશન અને નેઈલ આર્ટ ટ્રેન્ડ્સ

વડોદરા: ૨૬ જાન્યુઆરી એટલે આપણો ગૌરવશાળી પ્રજાસત્તાક દિવસ. આ દિવસે દેશભક્તિના રંગમાં રંગાવા માટે માત્ર ઉત્સાહ જ નહીં, પણ તમારો આઉટફિટ પણ તેટલો જ ખાસ હોવો જોઈએ. ૨૦૨૬માં પ્રજાસત્તાક દિવસ માટે એથનિક ફ્યુઝન સૌથી વધુ ટ્રેન્ડમાં છે. મહિલાઓ માટે: સફેદ રંગના ચિકનકારી કુર્તા સાથે કેસરી અથવા લીલા રંગનો બંધેજ કે લહેરિયા દુપટ્ટો એક એવરગ્રીન લુક […]

ઉત્તર ગુજરાત ગુજરાત દેશ-દુનિયા બિઝનેસ સૌરાષ્ટ્ર

કચ્છનું ‘સફેદ સોનું’ : સરહદ ડેરીએ ઊંટડીના દૂધથી રચ્યો ઇતિહાસ, પશુપાલકોની કિસ્મત ચમકી

ભુજ: કચ્છના સફેદ રણની ઓળખ હવે માત્ર પ્રવાસન પૂરતી સીમિત નથી રહી, પરંતુ સરહદ ડેરી (શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ) ના માધ્યમથી પશુપાલન ક્ષેત્રે પણ કચ્છનો ડંકો વાગ્યો છે. ૨૦૦૧ના ભૂકંપ બાદ પાયમાલ થયેલા કચ્છમાં સહકારી ક્ષેત્રે નવી ઊર્જા ફૂંકનાર સરહદ ડેરી આજે ૯૦૦થી વધુ સહકારી મંડળીઓ અને અંદાજે ૮૦,૦૦૦ દૂધ ઉત્પાદકોનો મજબૂત […]

દેશ-દુનિયા બિઝનેસ

શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1065 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના લાખો કરોડ સ્વાહા

મુંબઈ: ભારતીય શેરબજાર માટે આજનો ટ્રેડિંગ સેશન અત્યંત નિરાશાજનક રહ્યો હતો. વૈશ્વિક બજારોના નબળા સંકેતો અને ખાસ કરીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ‘ટેરિફ પોલિસી’ને કારણે ભારતીય બજારમાં હાહાકાર મચી ગયો હતો. આજે કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ 1065.71 પોઈન્ટ ગગડીને 82,180.47 પર બંધ રહ્યો હતો. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ‘ખાખી’ના નામે ખેલ: તાંદલજામાંથી ઝડપાયો બોગસ PSI, બંગલામાંથી મળ્યો સિક્કાઓનો ખજાનો

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં પોલીસના નામે ઠગાઈ કરતો વધુ એક ‘નટવરલાલ’ ઝડપાયો છે. શહેરના વાસણા-તાંદલજા રોડ પર ઝમઝમ ટાવરની પાછળ આવેલ અલકબીર બંગલા નંબર ૩ માં રહેતો મોબીન ઇકબાલભાઇ સોદાગર નામનો શખ્સ ડુપ્લીકેટ PSI બનીને લોકો સાથે ઠગાઈ કરતો હોવાનું બહાર આવ્યું છે. વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાતમીના આધારે દરોડો પાડી આ ભેજાબાજને […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા : ગોત્રીમાં મહિલાને કચડી ભાગી જનાર વાહન ચાલક ઝડપાયો

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગત ૧૮ જાન્યુઆરીના રોજ મોડી રાત્રે શહેરના ગોત્રી વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ગોત્રી તળાવ અને પાણીની ટાંકી પાસેના જાહેર રોડ પરથી પસાર થઈ રહેલા અમીરતાબેન રામનયન પ્રજાપતિ નામના મહિલાને એક અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

વડોદરાથી કેજરીવાલનું રણશિંગુ : “૨૦૨૭માં ભાજપ જશે અને ગુજરાતના લોકોની સત્તા આવશે”

વડોદરા: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે વડોદરા ખાતે આયોજિત ભવ્ય બૂથ કાર્યકર્તા સંમેલનમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીનો એજન્ડા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, “હવે ભાજપના શાસનનો અંત નજીક છે. ૨૦૨૭માં ભાજપ જશે અને સાચા અર્થમાં ગુજરાતની જનતાની સત્તા આવશે.” તેમણે આ લડાઈને ગુજરાતીઓના આત્મસન્માનની […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

હરણી બોટ કાંડના પીડિતોને મળ્યા અરવિંદ કેજરીવાલ, પીડિતોએ કહ્યું, “અમને ન્યાય નહીં, માત્ર નજરકેદ મળે છે”

વડોદરા: વડોદરાના ચર્ચિત અને કમકમાટીભર્યા હરણી બોટ દુર્ઘટનાકાંડને બે વર્ષનો સમય વીતવા આવ્યો હોવા છતાં પીડિત પરિવારો હજુ પણ ન્યાય માટે દર-દર ભટકી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં આ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયા બાળકો ગુમાવનાર પરિવારોએ તેમની મુલાકાત કરી પોતાની વેદના […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદના ‘સ્વચ્છતા સૈનિકો’નું સન્માન : ૨૫૦ સફાઈ કર્મચારીઓનું ટાઉનહોલમાં ભવ્ય બહુમાન

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાને સ્વચ્છ અને સુંદર રાખવામાં જે પાયાના પથ્થર સમાન છે, તેવા સફાઈ કર્મચારીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ, દિવ્યભાસ્કર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આણંદના ટાઉનહોલ ખાતે એક ગૌરવશાળી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૨૫૦ જેટલા સફાઈના સૈનિકોનું પ્રશસ્તિ પત્ર, કીટ અને રોકડ ઇનામ આપીને બહુમાન કરવામાં આવ્યું […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic