Tuesday, 21 April 2026
  • Home  
  • ચૂંટણી પૂર્વે રાજકીય ભૂકંપ : આંકલાવ કોંગ્રેસમાં મોટું ગાબડું, અમિત ચાવડાના નજીકના સાથી નગીનભાઈ સોલંકીનો કેસરિયો
- ગુજરાત - મધ્ય ગુજરાત

ચૂંટણી પૂર્વે રાજકીય ભૂકંપ : આંકલાવ કોંગ્રેસમાં મોટું ગાબડું, અમિત ચાવડાના નજીકના સાથી નગીનભાઈ સોલંકીનો કેસરિયો

આંકલાવ: આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પૂર્વે આંકલાવ વિધાનસભાના રાજકારણમાં મોટા ઉલટફેરના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાના અત્યંત નજીકના ગણાતા અને બામણગામ જિલ્લા પંચાયત વિસ્તારના પ્રભાવશાળી આગેવાન નગીન ચંદુભાઈ સોલંકીએ કોંગ્રેસનો સાથ છોડી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ‘જાયન્ટ કિલર’ સાંસદ અને કેબિનેટ મંત્રીની […]

આંકલાવ: આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પૂર્વે આંકલાવ વિધાનસભાના રાજકારણમાં મોટા ઉલટફેરના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાના અત્યંત નજીકના ગણાતા અને બામણગામ જિલ્લા પંચાયત વિસ્તારના પ્રભાવશાળી આગેવાન નગીન ચંદુભાઈ સોલંકીએ કોંગ્રેસનો સાથ છોડી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે.

બામણગામ ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં, આણંદના લોકપ્રિય સાંસદ અને ‘જાયન્ટ કિલર’ તરીકે ઓળખાતા મિતેષભાઈ પટેલ (બકાભાઈ) તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં નગીનભાઈ ભાજપમાં જોડાયા હતા. મંત્રીએ તેમને ખેસ અને ટોપી પહેરાવી ભાજપ પરિવારમાં આવકાર્યા હતા. આ પ્રસંગે આંકલાવના ઉમેદવાર ગુલાબસિંહ પઢિયાર સહિત અનેક સ્થાનિક નેતાઓ હાજર રહ્યા હતા.

નગીનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈશ્વિક નેતૃત્વ અને ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્રથી પ્રભાવિત થયા છે. તેમણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ‘અંત્યોદય’ના સિદ્ધાંતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પારદર્શક વહીવટમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા આણંદ જિલ્લામાં કરવામાં આવેલા ઐતિહાસિક વિકાસ કાર્યો અને તેમની રણનીતિથી આકર્ષાઈને તેમણે રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે આ નિર્ણય લીધો છે.

નગીનભાઈ કોઈ સામાન્ય કાર્યકર નથી, પરંતુ આંકલાવ પંથકનો મોટો ચહેરો છે:

  • તેઓ છેલ્લા ૨૫ વર્ષથી સતત બામણગામના સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે.
  • પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વહીવટી અનુભવ ધરાવે છે.
  • ૧૫ વર્ષ સુધી APMC ના ડિરેક્ટર તરીકે ખેડૂતોના પ્રશ્નો ઉકેલ્યા છે.

સાંસદ મિતેષભાઈ પટેલે અગાઉ ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા જેવા દિગ્ગજોને હરાવીને પોતાની તાકાત બતાવી છે. હવે નગીનભાઈ જેવા જમીની નેતાના જોડાવાથી આગામી પંચાયત ચૂંટણીઓમાં આંકલાવ પંથકમાં કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બનશે. ૨૫ વર્ષનો અનુભવ ધરાવતા આ નેતા ભાજપ માટે ‘ટ્રમ્પ કાર્ડ’ સાબિત થાય તેવી પૂરી શક્યતા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic