CM ભૂપેન્દ્ર પટેલની પ્રોબેશનરી IAS અધિકારીઓને શીખ, “સામાન્ય અને ગરીબ માણસના કલ્યાણ માટે સેવારત રહો”
ગાંધીનગર: ગુજરાત કેડરમાં ફાળવવામાં આવેલા ૨૦૨૫ની બેચના ૮ પ્રોબેશનરી (અજમાયશી) આઈ.એ.એસ. (IAS) ઓફિસર્સે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. મસુરીની પ્રતિષ્ઠિત ‘લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહીવટ અકાદમી’ (LBSNAA) ખાતે પોતાનો ફાઉન્ડેશન કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરીને આ અધિકારીઓ ગુજરાત કેડરમાં અધિક સહાયક કલેક્ટર (Assistant Collector) તરીકે નિયુક્ત થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે […]









