Tuesday, 3 November 2026

Tag: Gujarat News

ગુજરાત મધ્ય ગુજરાત

સ્માર્ટ સિટી વડોદરામાં ‘પાણીમાં ગયા પૈસા’ જેવો ઘાટ, બરોડા ડેરી પાસે પાણીની લાઈનમાં ભંગાણ

‘સ્માર્ટ સિટી’ વડોદરામાં વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત અને બેદરકારીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. આજે શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી બરોડા ડેરી પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું લીકેજ સર્જાતા હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું હતું. કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે પીવાનું શુદ્ધ પાણી ગટરમાં ભળી જતાં સ્થાનિકોમાં રોષ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં પિતાની બાઇક લઈ ફરવા નીકળેલા ૧૫ વર્ષીય સગીરનું કરૂણ મોત

શહેરના સમા તળાવ પાસે ગત મોડી રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારેલીબાગ વિસ્તારના તુલસીવાડીમાં રહેતા ૧૫ વર્ષીય સગીર હિતેન્દ્રકુમાર રાજુભાઈ પરમારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પિતાને કહ્યા વગર બાઇક લઈને નીકળેલા સગીરનું માથું રસ્તા પર પછડાતા લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ફોન પર કહ્યું ‘હમણાં આવું છું’ અને પછી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં નશા સામે સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને ગોગો પર તાત્કાલિક પ્રતિબંધ

ગુજરાતમાં યુવા પેઢીને નશાના માર્ગે જતી રોકવા માટે રાજ્યના ગૃહ વિભાગે એક અત્યંત કડક અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. રાજ્યમાં વધી રહેલા નશાના ચલણને ધ્યાને રાખીને સરકાર દ્વારા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ (સામાન્ય ભાષામાં ગોગો) ના વેચાણ, વિતરણ, સંગ્રહ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગ […]

દેશ-દુનિયા મનોરંજન

IPL 2026 ઓક્શન: અનકેપ્ડ ખેલાડીઓનો દબદબો, પ્રશાંત અને કાર્તિકે રચ્યો ઈતિહાસ; કેમરન ગ્રીન સૌથી મોંઘો વિદેશી ખેલાડી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટે આજે 16 ડિસેમ્બરના રોજ અબુ ધાબીમાં ખેલાડીઓની હરાજી યોજાઈ હતી. આ હરાજીમાં અનેક રેકોર્ડ તૂટ્યા છે. ખાસ કરીને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ પોતાની ભવિષ્યની રણનીતિ સ્પષ્ટ કરતા બે યુવા અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ પર મોટી રકમ ખર્ચીને સૌને ચોંકાવી દીધા છે. પ્રશાંત વિર અને કાર્તિક શર્મા: IPL ઈતિહાસના સૌથી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત પોલીસનું ‘ઓપરેશન કારાવાસ’: પત્નીની હત્યા કરી ૯ વર્ષથી ફરાર કેદી હરિયાણાથી ઝડપાયો

ગુજરાત પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન કારાવાસ’ અંતર્ગત સુરત શહેરની સચિન પોલીસને એક મોટી સફળતા મળી છે. પત્નીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવતો અને છેલ્લા ૯ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલો આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. ૪૨ વર્ષીય આરોપી સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્માને પોલીસે હરિયાણા ખાતેથી […]

દેશ-દુનિયા

ઓસ્ટ્રેલિયા હચમચી ઉઠ્યું: સિડનીના બોન્ડી બીચ પર હનુક્કાહ ઉજવણીમાં આતંકવાદી હુમલો, ૧૦નાં મોત

સિડની, ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયાના સૌથી જાણીતા સ્થળો પૈકીના એક સિડનીના બોન્ડી બીચ પર રવિવારે બપોરે એક ભયાનક ગોળીબારની ઘટના બની, જેના કારણે સમગ્ર દેશમાં દહેશતનો માહોલ ફેલાયો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા ૧૦ લોકો માર્યા ગયા હોવાના અહેવાલો છે. સ્થાનિક મીડિયા અહેવાલો અને પ્રત્યક્ષદર્શીઓના મતે, આ હુમલો યહૂદીઓના તહેવાર હનુક્કાહની ઉજવણી કરી રહેલા નિર્દોષ પરિવારોને નિશાન […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

વડોદરામાં VYOની ૧૫મી વર્ષગાંઠ નિમિત્તે ૯ દિવસીય ‘ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ યોજાશે

ધાર્મિક નગરી વડોદરામાં આ વર્ષના અંતે એક ભવ્ય અને ઐતિહાસિક આધ્યાત્મિક ઉત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. વૈષ્ણવ આચાર્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયની અધ્યક્ષતામાં વૈષ્ણવ સંપ્રદાયના ૫૫૦ વર્ષના ઇતિહાસનો સૌથી મોટો વૈશ્વિક મહોત્સવ વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે યોજાનાર છે. આ મહોત્સવનું નામ ‘ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ રાખવામાં આવ્યું છે, જેનું ભવ્ય આયોજન ૨૧ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીનો બદનક્ષી ફેલાવનાર ૭ લોકો સામે રૂ.૧૦૦ કરોડનો દાવો

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેમની વિરુદ્ધ ખોટી અને બદનક્ષીભરી માહિતી ફેલાવવા બદલ કડક કાયદાકીય પગલું ભર્યું છે. નથવાણીએ આ મામલે સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે ₹ ૧૦૦ કરોડનો માનહાનીનો દાવો દાખલ કર્યો છે. પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા દાખલ કરવામાં આવેલા આ માનહાનીના દાવા બદલ, માનનીય કોર્ટે તમામ સંબંધિત […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ઘોર નિદ્રામાંથી જાગેલી ટ્રાફિક પોલીસ : જાહેરનામાનો ભંગ કરતા ૨૩ ભારદારી વાહનો સામે તવાઈ

વડોદરા શહેરમાં પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં પીક અવર્સ (વ્યસ્ત સમયગાળા) દરમિયાન ભારદારી વાહનો માતેલા સાંઢની જેમ ફરી રહ્યા છે, જેના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમાઈ રહ્યા છે. બે દિવસ અગાઉ શહેરના L&T સર્કલ પાસે બસ ચાલકે એક દંપતીને અડફેટે લીધું હતું, જેમાં મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ગંભીર અકસ્માત બાદ ટ્રાફિક પોલીસની કામગીરી […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં શરમજનક ઘટના: રૂ.૪૦ લાખની પોલિસી પાકવવા સગી બહેન જ બની હત્યારી

વડોદરાના અંકોડિયા ગામ નજીક અવાવરૂ જગ્યાએથી બે દિવસ અગાઉ મળી આવેલી અજાણી યુવતીના મૃતદેહનો ભેદ ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. આ કેસમાં પોલીસ તપાસમાં જે હકીકત સામે આવી છે, તે જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. એક સગી બહેને માત્ર પૈસાની લાલચમાં પોતાની નાની બહેનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic