Tuesday, 19 May 2026

Tag: Gujarat

ઉત્તર ગુજરાત ગુજરાત

થરાદ ખાતે નવસર્જિત વાવ-થરાદ જિલ્લાના સેવા સદનનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન

થરાદ: ઉત્તર ગુજરાતના નવસર્જિત વાવ-થરાદ જિલ્લાના નાગરિકો માટે આજે ઐતિહાસિક દિવસ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ ખાતે અંદાજે ₹70 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન ‘જિલ્લા સેવા સદન’નું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 39 એકરમાં વિસ્તરેલું ‘ગ્રીન બિલ્ડિંગ’ આ નવું […]

ઉત્તર ગુજરાત ગુજરાત

શામળાજીમાં પ્રકૃતિના આશીર્વાદ : વસંત પંચમીએ અરવલ્લીની ગિરિમાળાઓમાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરી ‘પર્વત પૂજા’

શામળાજી: વસંત પંચમીના પાવન અવસરે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ‘પર્વત પૂજા અને પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવ’નો શાનદાર પ્રારંભ થયો હતો. ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી અરવલ્લીની ગિરિમાળાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી આબોહવા પરિવર્તનના પડકારો સામે લડવા જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતને મળી વધુ એક ‘બ્રિજ’ની ભેટ : કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે રૂ.34 કરોડના ફ્લાયઓવરનું કર્યું લોકાર્પણ

સુરત: બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધુ એક યશકલગી ઉમેરાઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ભીમરાડથી સિદ્ધાર્થનગર થઈ ડીંડોલીને જોડતા માર્ગ પર ₹34 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ શરૂ થવાથી દક્ષિણ સુરતના હજારો વાહનચાલકોને મોટી રાહત મળશે. બ્રિજની […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ભૂકંપ સંશોધનનો મહાકુંભ: ગાંધીનગરમાં ૯ દેશોના વૈજ્ઞાનિકો મંથન કરશે, અર્જુન મોઢવાડિયાએ કરાવ્યો પ્રારંભ

ગાંધીનગર: દેશ અને દુનિયામાં આવતા ભૂકંપોની સચોટ આગાહી, અર્લી વોર્નિંગ સિસ્ટમ અને બાંધકામોને ભૂકંપ પ્રૂફ બનાવવાના ઉમદા હેતુ સાથે ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) ખાતે આજથી ત્રણ દિવસીય ૯મી વૈશ્વિક પરિષદ ‘એડવાન્સિસ ઈન અર્થક્વેક સાયન્સ -૨૦૨૬’ નો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. […]

ગુજરાત બિઝનેસ મધ્ય ગુજરાત

કરમસદ-આણંદ મનપામાં ‘પીએમ સ્વનિધિ’નો ઉત્સવ: 80 થી વધુ ફેરિયાઓને લોન અને ક્રેડિટ કાર્ડની ભેટ

આણંદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાના ફેરિયાઓ અને લારી-ગલ્લાવાળાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરાયેલી ‘પીએમ સ્વનિધિ યોજના’ હેઠળ આજે કરમસદ-આણંદ મહાનગરપાલિકા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કેરળના તિરુવનંતપુરમ ખાતેથી વડાપ્રધાનએ દેશના ૧ લાખ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડનો શુભારંભ કરાવ્યો હતો, જેના લાઈવ પ્રસારણને આણંદ મનપાના સભાખંડમાં ૧૦૦થી વધુ ફેરિયાઓએ નિહાળ્યું […]

ગુજરાત દક્ષિણ ગુજરાત મનોરંજન

સુરત: દારૂના નશામાં ચૂર ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે સર્જ્યો અકસ્માત, લોકોએ મેથીપાક ચખાડ્યો

સુરત: શહેરના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર પોતાની કોમેડી અને વીડિયોથી જાણીતો ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર હિરેન પટેલ દારૂના નશામાં ધૂત થઈ કાર હંકારી રહ્યો હતો. આ દરમિયાન તેણે કાર પરનો કાબૂ ગુમાવતા રસ્તા પર જઈ રહેલા બે બાઈક સવારોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત […]

ગુજરાત મધ્ય ગુજરાત

આશારામ આશ્રમ પર ચાલશે બુલડોઝર: 500 કરોડના સામ્રાજ્યનો ‘ગેમ ઓવર’!

અમદાવાદ: અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલ વિવાદિત આશારામ આશ્રમ હવે ઈતિહાસ બની જશે. ભારતમાં ભવિષ્યમાં યોજાનારી ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. આશારામ આશ્રમની અંદાજે ₹500 કરોડની કિંમતની જમીન હવે ‘સરદાર પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ’ (Sardar Patel Sports Enclave) નો હિસ્સો બનશે, જેના કારણે આશ્રમના જુના સ્ટ્રક્ચર્સને […]

ગુજરાત મધ્ય ગુજરાત

“પાતાળલોક જવું હોય તો સીટીએમ આવો”: રોડની દુર્દશા મુદ્દે AAP નેતાના ભાજપ પર આકરા પ્રહાર

અમદાવાદ: અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા સીટીએમ ચાર રસ્તાની બિસ્માર હાલતને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS ના શહેર પ્રમુખ યાત્રિક પટેલે આજે આ મામલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સીટીએમ રોડ પર પડેલા મોટા ભુવા અને ખાડાઓનો ઉલ્લેખ કરતા વ્યંગાત્મક રીતે જણાવ્યું હતું કે, “જો કોઈને સીધા […]

દેશ-દુનિયા મનોરંજન

‘દિલ ના દિયા…’: કર્તવ્ય પથ પર કુમાઉ રેજીમેન્ટના જવાનોનો અનોખો અંદાજ, વીડિયો વાયરલ

નવી દિલ્હી: ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસની પરેડ માટે દિલ્હીના કર્તવ્ય પથ પર જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. કડકડતી ઠંડી અને શિસ્તબદ્ધ કૂચ વચ્ચે ભારતીય સેનાની કુમાઉ રેજીમેન્ટ (Kumaon Regiment) ના જવાનોનો એક અત્યંત સુંદર વીડિયો સામે આવ્યો છે. પરેડના રિહર્સલ દરમિયાન જ્યારે જવાનોને થોડો આરામ મળ્યો, ત્યારે તેમણે પોતાની પરંપરાગત શિસ્તની સાથે મનોરંજનનો તડકો ઉમેર્યો […]

ગુજરાત દેશ-દુનિયા બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં ભડકો : સોનું રૂ.1.55 લાખને પાર, ચાંદીમાં એક જ દિવસમાં રૂ.10,000નો ઉછાળો

અમદાવાદ: ભારતીય ઘરેલુ બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં કલ્પનાતીત વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના આંકડા અનુસાર, સોના અને ચાંદીના ભાવે આજે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. વૈશ્વિક બજારોમાં ચાલી રહેલી ઉથલપાથલ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રેડવોરની ઘેરી બનેલી આશંકાઓને પગલે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગમાં જોરદાર ઉછાળો આવ્યો […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic