Monday, 2 November 2026

Tag: Local News

ગુજરાત મધ્ય ગુજરાત

વાઘોડિયામાં ફિલ્મી ઢબે લૂંટ, જ્વેલર પર જીવલેણ હુમલો કરી સોનાના દાગીના અને રોકડની લૂંટ

વડોદરા (વાઘોડિયા): વડોદરા જિલ્લાના વાઘોડિયામાં મોડી સાંજે લૂંટની એક લોહિયાળ ઘટના સામે આવી છે. વાઘોડિયા લાઈબ્રેરી પાસે ‘ડી.સી. જ્વેલર્સ’ નામની દુકાન ધરાવતા વેપારી જીગ્નેશભાઈ પોલા પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ જોવા મળી રહ્યો છે. દુકાન બંધ કરી ઘરે જતી વખતે બની ઘટના મળતી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

જનગણના 2027 : ગુજરાતમાં 1 જૂનથી પ્રથમ તબક્કાનો પ્રારંભ, જાણો ઘરે બેઠા ‘સેલ્ફ-એન્યુમરેશન’ કરવાની રીત

ગાંધીનગર: ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના જનગણના કાર્ય નિદેશાલય દ્વારા આગામી ‘જનગણના 2027’ ની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ જણાવ્યું કે, આ વખતે જનગણના સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. વર્ષ 2011 પછી લાંબા વિરામ બાદ યોજાઈ રહેલી આ ગણતરી દેશના ભાવિ આયોજન માટે અત્યંત […]

ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરાનો ચકચારી હીના પેથાણી હત્યાકાંડ, પતિ સચિન દીક્ષિતને આજીવન કેદ, માસૂમ બાળક માટે કોર્ટનો મોટો નિર્ણય

વડોદરા: વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ‘દર્શનમ ઓએસીસ’ ફ્લેટમાં બનેલી અને સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર મહેંદી ઉર્ફે હીના પેથાણી હત્યાકાંડમાં આજે વડોદરાની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાની લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી 10 મહિનાના માસૂમ પુત્રને બિનવારસી છોડી દેનાર આરોપી સચિન નંદકિશોર દીક્ષિતને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. શું […]

ગુજરાત મધ્ય ગુજરાત

VADODARA : PM મોદીના રોડ શો બાદ ભાજપના નેતાઓએ હાથમાં લીધું સાવરણું

વડોદરા: વડોદરાની સંસ્કારી નગરીમાં ગતરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સમગ્ર વડોદરા ઉમટી પડ્યું હતું અને ભારે જનમેદની જોવા મળી હતી. જોકે, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જે દ્રશ્યો જોવા મળ્યા તેણે લોકોના દિલ જીતી લીધા હતા. વડાપ્રધાનના ગયા બાદ રોડ શોના રૂટ પર ભારતીય જનતા […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત બનશે અગનભઠ્ઠી : 45 ડિગ્રીની ગરમી વચ્ચે 14 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો ક્યાં છે ઓરેન્જ એલર્ટ

અમદાવાદ: રાજ્યમાં ઉનાળો હવે તેના પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, આગામી ચાર દિવસ સુધી ગુજરાતના નાગરિકોને ગરમીથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. પશ્ચિમી પવનો ફૂંકાતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકરી ગરમીનો અનુભવ થશે અને તાપમાનનો પારો 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની ભીતિ છે. કચ્છ અને સુરેન્દ્રનગરમાં ‘ઓરેન્જ એલર્ટ’ […]

ગુજરાત સૌરાષ્ટ્ર

સોમનાથ અમૃત પર્વ : ‘આવનારા 1000 વર્ષની પ્રેરણાનો ઉત્સવ’, વડાપ્રધાન મોદીએ સોમનાથમાં શૌર્ય અને આસ્થાને વધાવી

વેરાવળ (સોમનાથ): “સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ રાષ્ટ્ર લાંબા સમય સુધી મજબૂત ત્યારે જ રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જોડાયેલું રહે.” આ શબ્દો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, જેઓ આજે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની ઉજવણી એટલે કે ‘સોમનાથ અમૃત પર્વ-2026’માં સહભાગી થયા હતા. સદભાવના મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા […]

ગુજરાત મધ્ય ગુજરાત

સાવલી : મહી નદીના પુલ પરથી મોતની છલાંગ લગાવનાર ૨૪ વર્ષીય યુવકનો બીજા દિવસે મળી આવ્યો મૃતદેહ

સાવલી: વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પાસે વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહી નદીના બ્રિજ પર ગત રોજ એક કમકમાટીભરી ઘટના બની હતી. સાવલીના જબાપુરા ગામના ૨૪ વર્ષીય આશાસ્પદ યુવક વિજય જશવંતસિંહ ગોહિલે અગમ્ય કારણોસર કનોડા-પોઇચા વચ્ચે આવેલા મહીસાગર નદીના પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બાઈક […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદવાસીઓ માટે રાહતના સમાચાર : ચોમાસામાં જળબંબાકારથી મુક્તિ અપાવવા 30 દિવસમાં તૈયાર થશે નવો વિશાળ કાંસ

નડિયાદ: નડિયાદ શહેરના હાર્દ સમાન વિસ્તારમાં દર ચોમાસે સર્જાતી જળબંબાકારની સ્થિતિમાંથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. નડિયાદના સરદાર ભુવન નીચેથી પસાર થતા જૂના અને કાંપથી ભરાઈ ગયેલા કાંસને બદલે હવે અદ્યતન અને વિશાળ નવો કાંસ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. માર્ગ વ્યવહારમાં ફેરફાર: 30 દિવસ સુધી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ સૌરાષ્ટ્ર

World Thalassemia Day : ‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ માટે રાજ્ય સરકારની મેગા ઝુંબેશ, જાણો ક્યાં મળશે વિનામૂલ્યે તપાસ

ગાંધીનગર: આજે ‘વિશ્વ થેલેસેમિયા દિવસ’ નિમિત્તે ગુજરાત સરકારે રાજ્યને આ ગંભીર બીમારીથી મુક્ત કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. મંત્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલોમાં સગર્ભા મહિલાઓ અને યુવાનો […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડતાલધામમાં ગુંજ્યો જયનાદ : પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું ‘ડોક્ટરેટ’ની પદવી બદલ સંતો દ્વારા ભવ્ય અભિવાદન

વડતાલ: ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને ભોપાલની LNCT વિશ્વવિદ્યાલય દ્વારા માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ આજે પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મુકામે વડતાલ સંસ્થા દ્વારા તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. વડતાલધામ પહોંચીને દેવુસિંહ ચૌહાણે સૌ પ્રથમ મહાપ્રતાપી લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી પોતાની ડોક્ટરેટની […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic