Wednesday, 17 June 2026

Tag: Breaking News

દેશ-દુનિયા

બિહારના ‘ચાણક્ય’ હવે કેન્દ્રમાં જશે, ભાજપ પ્રથમવાર બિહારમાં પોતાનો મુખ્યમંત્રી બેસાડવા તૈયાર

પટના: બિહારના રાજકારણમાં છેલ્લા બે દાયકાથી જેનો સૂરજ તપતો હતો તેવા ‘સુશાસન બાબુ’ એટલે કે નીતીશ કુમારે સક્રિય રાજ્ય રાજકારણમાંથી વિદાય લેવાની જાહેરાત કરી દીધી છે. નીતીશ કુમારે તેમના મુખ્યમંત્રી તરીકેના લાંબા કાર્યકાળનો અંત લાવી હવે રાજ્યસભામાં જવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ બિહારમાં છેલ્લા ૨૦ વર્ષથી ચાલી આવતા ‘નીતીશ યુગ’નો અંત આવ્યો છે […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ જિલ્લા પંચાયતનું બજેટ 2026-27 : પ્રમુખ હસમુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રજૂ થયું અંદાજપત્ર

આણંદ: આણંદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ હસમુખ પટેલના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂ કરવા માટે ખાસ સાધારણ સભા યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યમંત્રી કમલેશ પટેલ, સાંસદ મિતેશ પટેલ અને જિલ્લાના વિવિધ ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સર્વાંગી વિકાસ માટેની રૂપરેખા જાહેર કરવામાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

શિનોરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું

શિનોર (વડોદરા): રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર ભારતમાં મંડલ અને વસ્તી સ્તરે વિરાટ હિન્દુ સંમેલનોના આયોજન થઈ રહ્યા છે. આ શ્રેણી અંતર્ગત વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના શિનોર મંડલનું ભવ્ય વિરાટ હિન્દુ સંમેલન જે.સી.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, શિનોર ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં શિનોર મંડલના વિવિધ ગામોમાંથી હિન્દુ સમાજના ભાઈઓ, યુવાનો અને માતાઓ […]

દેશ-દુનિયા

ઓમાનના દરિયાકાંઠે તેલના ટેન્કર પર હુમલો : એક ભારતીય નાવિકનું મૃત્યુ, ગુમ થયેલા અન્ય સભ્યો માટે સર્ચ ઓપરેશન શરૂ

મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ વચ્ચે ઓમાનના દરિયાકાંઠે એક ઓઈલ ટેન્કર પર થયેલા હુમલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા જગાવી છે. ઓમાનની દરિયાઈ એજન્સીના જણાવ્યા અનુસાર, મસ્કત પાસે ‘MV Skylight’ નામના જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં એક ભારતીય નાવિકનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસ એક્શનમાં ઓમાનમાં આવેલી ભારતીય એમ્બેસી (Embassy […]

ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા બિઝનેસ

Iran-Israel War : ખાડી દેશોમાં નિકાસ ઠપ્પ, રમઝાન પૂર્વે સુરતના કરોડોના ઓર્ડર કેન્સલ થવાની ભીતિ

સુરત: હીરા અને કાપડ નગરી તરીકે જાણીતું સુરત અત્યારે મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધના કારણે ભારે ચિંતામાં મુકાયું છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા ભયાનક યુદ્ધના કારણે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સીધી રીતે પ્રભાવિત થયો છે. સુરતથી મોટાપાયે કાપડનો જથ્થો દરિયાઈ માર્ગે દુબઈ જાય છે અને ત્યાંથી અન્ય ખાડી દેશોમાં સપ્લાય કરવામાં આવે છે, પરંતુ […]

દેશ-દુનિયા મનોરંજન

ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષની અસર, ઈન્ટરનેશનલ એરપોર્ટ્સ બંધ, ઈશા ગુપ્તાએ શેર કરી ડરામણી તસવીરો

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના મિસાઈલ હુમલા બાદ પરિસ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. આ ભયાનક યુદ્ધ જેવી સ્થિતિની સીધી અસર આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ પર પડી છે. વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અલ મક્તૂમ એરપોર્ટ સહિત તેલ અવીવ, અબુ ધાબી, દોહા અને તહેરાનના એરપોર્ટ સુરક્ષા કારણોસર અનિશ્ચિત સમય […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ચોર ટોળકી બેફામ : સાવલીના ભીમનાથ મહાદેવ અને વાઘોડિયા GIDCના મંદિરમાં ત્રાટક્યા ચોર

વડોદરા: વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ એક પછી એક ત્રણ ધાર્મિક સ્થાનોને નિશાન બનાવ્યા છે. હોળીના તહેવાર પૂર્વે સક્રિય થયેલી તસ્કર ટોળકીએ વડોદરાના છાણી, વાઘોડિયા અને સાવલી પંથકમાં આવેલા પ્રાચીન અને પ્રખ્યાત મંદિરોમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના આભૂષણોની ચોરી કરી પલાયન થઈ ગયા છે. ૧. સાવલી : […]

ગુજરાત મધ્ય ગુજરાત

ડાકોર : આવતીકાલથી ફાગોત્સવનો પ્રારંભ, સ્વચ્છ અને સુંદર ખેડાની થીમ સાથે ઉજવણી

ડાકોર: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મહાપર્વ નિમિત્તે યોજાનારા મેળાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલ એટલે કે અગિયારસથી ડાકોર મંદિરમાં ફાગોત્સવનો રંગેચંગે પ્રારંભ થશે. સમગ્ર ડાકોર નગરી ‘જય રણછોડ, માખણચોર’ ના નાદ સાથે ગૂંજી ઉઠશે. લાખોની સંખ્યામાં ઉમટી પડનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતમાં શ્રમિકોનો હોબાળો, કામના કલાકો મુદ્દે હડતાળ પર ઉતરેલા કામદારોએ મચાવી તોડફોડ

સુરત: સુરતના ઔદ્યોગિક વિસ્તાર હજીરામાં આવેલી આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ (AM/NS) કંપનીના પ્લાન્ટમાં બુધવારે શ્રમિકોએ ઓચિંતો હંગામો મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં શ્રમિકોએ એકત્ર થઈને કામ બંધ કરી હડતાળનું એલાન આપ્યું હતું. આ વિરોધ પ્રદર્શન જોતજોતામાં હિંસક બની ગયું હતું, જેમાં રોષે ભરાયેલા શ્રમિકોએ કંપની પરિસરમાં વાહનોની તોડફોડ કરી હતી અને કેટલાક વાહનોને આગને […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

રાજકોટ ગ્રામ્ય પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હન્ટ’, અધધધ રૂ.1500 કરોડનું દેશવ્યાપી સાયબર ફ્રોડ ઝડપાયું

રાજકોટ: સાયબર ઠગાઈના વધતા જતાં કિસ્સાઓ વચ્ચે રાજકોટ ગ્રામ્ય પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ એક અત્યંત ચોંકાવનારા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા (SP) વિજયસિંહ ગુર્જરના નેતૃત્વમાં પોલીસે ₹1500 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કને શોધી કાઢ્યું છે. આ કેસમાં વધુ 3 આરોપીઓ – આદિલુદ્દીન મોહમ્મદ, મિહિર રંગાની અને હિરેનની ધરપકડ કરવામાં આવી છે, […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic