Tuesday, 3 November 2026

Tag: Gujarat News

ગુજરાત સૌરાષ્ટ્ર

સિંહના પરિવારે કુંડમાં તરસ છિપાવી, મંત્રીએ લખ્યું “ક્રિટિસિઝમ ઈઝ ઈઝી, વી બિલીવ ઈન એક્શન”

જૂનાગઢ: ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતથી જ ઉનાળાએ આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. માર્ચ મહિનામાં જ મે મહિના જેવી કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે માત્ર માણસો જ નહીં પણ વન્ય જીવોની હાલત પણ કફોડી બની છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ અભ્યારણો અને પ્રાણી સંગ્રહાલયોમાં પશુ-પક્ષીઓ […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદમાં કાળઝાળ ગરમીને પગલે સ્કૂલો માટે નવી ગાઈડલાઈન જાહેર, બપોરે 12 વાગ્યા પછી ક્લાસ ચલાવવા પર પ્રતિબંધ

અમદાવાદ: શહેરમાં સતત વધી રહેલા તાપમાન અને હીટવેવની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સતત ચડતા પારા વચ્ચે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપીને શાળાઓને તેમના સમયમાં ફેરફાર કરવા અને જરૂરી તકેદારી રાખવા આદેશ અપાયો છે. ધોરણ 8 સુધીની […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

ફૂડ ડિલિવરી બોય અને ડ્રાઈવર બનીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને દબોચ્યો

વડોદરા: વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરતા છેલ્લા ૨૦ વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર રહેલા અપહરણના આરોપીને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો છે. મકરપુરા પોલીસ મથકના વર્ષો જૂના ગંભીર ગુનામાં સંડોવાયેલા આ આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફિલ્મી સ્ટાઈલથી વેશપલટો કરી જાળ બિછાવી હતી. ફૂડ ડિલિવરી બોય બનીને કરી ધરપકડ આરોપી ફિરોજખાન મુસ્તાકખાન […]

ગુજરાત મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ

ખેડા જિલ્લાના ૧૦.૩૪ લાખ પશુઓ માટે ‘હીટવેવ એડવાઈઝરી’, પશુપાલકોને ખાસ તકેદારી રાખવા અપીલ

નડિયાદ: ગુજરાતમાં ઉનાળાનો પારો સતત વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ખેડા જિલ્લા સહિત ચરોતર વિસ્તારમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ કાળઝાળ ગરમીની અસર માત્ર માનવીઓ પર જ નહીં, પરંતુ અબોલ પશુ-પક્ષીઓ પર પણ થતી હોય છે. ખેડા જિલ્લાના અંદાજે ૧૦.૩૪ લાખ જેટલા પાલતુ અને દૂધાળા પશુઓને હીટસ્ટ્રોકથી બચાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર […]

દેશ-દુનિયા મનોરંજન

સનરાઈઝર્સ લીડ્સે અબરાર અહેમદને ખરીદતા ભારતમાં X એકાઉન્ટ થયું બંધ, માલિક કાવ્યા મારન સોશિયલ મીડિયા પર ટ્રોલ

નવી દિલ્હી: ઈંગ્લેન્ડમાં રમાનારી ‘ધ હન્ડ્રેડ’ (The Hundred) લીગના પ્લેયર ઓક્શનમાં ભારતીય માલિકીની ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ લીડ્સ (Sunrisers Leeds) ના એક નિર્ણયે ભારતમાં મોટો વિવાદ છેડ્યો છે. સન ગ્રુપની માલિકીની આ ટીમે પાકિસ્તાની મિસ્ટ્રી સ્પિનર અબરાર અહેમદને ૨,૫૫,૦૦૦ અમેરિકી ડોલરમાં ખરીદતા જ ભારતીય ફેન્સનો રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાના થોડા જ કલાકોમાં સનરાઈઝર્સ લીડ્સનું સત્તાવાર […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદના ડો. હંસા કુંવરબા રાજનું બહુમાન, મુખ્યમંત્રીએ રાજ્ય મહિલા વિકાસ પુરસ્કારથી નવાજ્યા

આણંદ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે આણંદ જિલ્લાના ફાળે એક મોટું ગૌરવ આવ્યું છે. જિલ્લાના અડાસ ગામના વતની અને જાણીતા સામાજિક કાર્યકર ડો. હંસા કુંવરબા રાજને તેમની મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘રાજ્ય મહિલા વિકાસ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

“ગભરાશો નહીં, પુરવઠો સુરક્ષિત છે” : ગુજરાતમાં LPG અને PNG પુરવઠા અંગે સરકારની મોટી સ્પષ્ટતા

ગાંધીનગર: મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) ક્ષેત્રમાં બદલાતી ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિને કારણે ઈંધણના પુરવઠા અંગે નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત રીતે LPG અને PNG ના પુરવઠા અંગે મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજ્યમાં ઘરેલું જરૂરિયાત માટે રાંધણ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ડિગ્રી વગર દવાખાનું ખોલીને બેઠેલા બોગસ તબીબને દબોચી લેવાયો, જાણો વધુ

વડોદરા: વડોદરા શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) શાખાએ એક મોટી સફળતા મેળવી છે. શહેરમાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે જોખમ ઉભું કરનાર એક યુવાનની પોલીસે ધરપકડ કરી છે. આ યુવાન હોમિયોપેથીનો અભ્યાસ અધૂરો છોડીને વડોદરામાં એલોપેથીક ક્લિનિક ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. ‘સ્વસ્તિક ક્લિનિક’ પર તવાઈ મળતી માહિતી મુજબ, શહેરના ગાજરાવાડી વિસ્તારમાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ગેસ માટે ‘મહાભારત’ : યુદ્ધની અફવા અને અછતની ભીતિએ લોકો કલાકો સુધી કતારોમાં

વડોદરા: પશ્ચિમ એશિયામાં સર્જાયેલા યુદ્ધ અને અશાંતિના વાતાવરણની સીધી અસર સંસ્કારી નગરી વડોદરાના રસોડા સુધી પહોંચી હોય તેમ જણાય છે. ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધને કારણે ભવિષ્યમાં ગેસ અને પેટ્રોલની અછત સર્જાશે તેવી ભીતિને પગલે વડોદરામાં બીજા દિવસે પણ ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. પેનિક બુકિંગના માહોલ વચ્ચે લોકો સવારના 8:00 વાગ્યાથી જ એજન્સીઓ […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ : વાહનચાલકોને લૂથી બચાવવા 70 ટ્રાફિક સિગ્નલો બપોરે બંધ રહેશે

અમદાવાદ: રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી જતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. આ કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિમાં રસ્તા પર નીકળતા વાહનચાલકોને લૂ (Heatstroke) થી બચાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ટ્રાફિક પોલીસ દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic