Blog

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીની આંગણવાડી કેન્દ્રોમાં સરપ્રાઈઝ વિઝિટ, બાળકો સાથે સમય વિતાવ્યો

આણંદ: જિલ્લામાં પોષણ, આરોગ્ય અને પ્રારંભિક બાળ શિક્ષણ (ECCE) ની સેવાઓને વધુ સઘન અને પારદર્શક બનાવવાના હેતુથી આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) દેવાહુતી દ્વારા વિવિધ આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓના આ ઓચિંતા નિરીક્ષણથી આંગણવાડી સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. કલેક્ટર દ્વારા સિંહોલ ગામના કેન્દ્રોની સમીક્ષા જિલ્લા […]

ગુજરાત મધ્ય ગુજરાત

કલેક્ટર જ્યારે ક્લાસમાં પહોંચ્યા : આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીની સિહોલ પ્રા.શાળામાં આકસ્મિક મુલાકાત

આણંદ/પેટલાદ: આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી હાલ જિલ્લાના વિવિધ સરકારી એકમોના આકસ્મિક નિરીક્ષણ પર છે. આ કડીમાં આજે તેમણે પેટલાદ તાલુકાના સિહોલ ગામના પરા વિસ્તારમાં આવેલ રાંદોલ વર્ગ પ્રાથમિક શાળાની કોઈ પણ પૂર્વ સૂચના વગર મુલાકાત લીધી હતી. કલેક્ટર જ્યારે શાળાએ પહોંચ્યા ત્યારે શાળાના પ્રારંભનો સમય હોય પ્રાર્થના ચાલી રહી હતી. કલેક્ટરએ પણ શિસ્તબદ્ધ રીતે […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા ‘લેટર બોમ્બ’ મામલે સાંસદ ડો. હેમાંગ જોષીની પ્રતિક્રિયા : ‘પત્ર વિશે માહિતી નથી, પણ પ્રજાહિતની રજૂઆત આવકાર્ય’

વડોદરા: વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ વહીવટી તંત્રની ‘મનસ્વીતા’ સામે અવાજ ઉઠાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જે પત્ર લખ્યો છે, તેણે સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ ગંભીર મુદ્દે હવે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જોકે, સાંસદે આ મામલે સંતુલિત અભિગમ અપનાવતા જણાવ્યું હતું કે તેમને હજુ સુધી આ પત્ર […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

નલિયા ૪.૮ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું

અમદાવાદ: ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ૩ થી ૪ ડિગ્રી સુધી ગગડ્યો છે, જેના કારણે જનજીવન પર ઠંડીની વ્યાપક અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, કચ્છનું નલિયા ૪.૮ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

રાજપીપળામાં ખળભળાટ: સ્વર્ગસ્થ પૂજારીના રૂમમાં છુપાવેલું હતું રહસ્ય, વન વિભાગ એક્શનમાં

રાજપીપળા (નર્મદા): નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા ઐતિહાસિક અને પ્રખ્યાત ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી વન્યજીવ પ્રેમીઓ અને તંત્રને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. મંદિરના જૂના મકાનના રિનોવેશન (સમારકામ) દરમિયાન એક રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવતા જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે વન વિભાગને વાઘની ચામડી અને નખનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો મળી આવ્યો છે. શું […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત મનોરંજન

વડોદરામાં ક્રિકેટ જંગની તૈયારી: કોટંબી સ્ટેડિયમમાં કોહલી-ગીલ સહિતના સ્ટાર્સે વહાવ્યો પરસેવો

વડોદરા: વડોદરાના આંગણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી હાઈ-વોલ્ટેજ વન-ડે મેચનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે. ૧૧મી જાન્યુઆરીએ રમાનારા આ મહામુકાબલા માટે બંને ટીમો વડોદરા પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ સેશન શરૂ કરી દીધા છે. વડોદરાના નવનિર્મિત કોટંબી સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ યોજાઈ રહી છે, ત્યારે આ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદમાં વડીલો માટે જામી ‘સૂરીલી સંધ્યા’: જૂના ગીતોના તાલે સિનિયર સિટીઝન્સ ઝૂમી ઉઠ્યા

આણંદ: સિનિયર સિટીઝન્સ ફોરમ, આણંદના ઉપક્રમે ફોરમના સભ્યોના મનોરંજન અને આનંદ-પ્રમોદ માટે લાયન્સ હોલ ખાતે એક શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફોરમના ઉત્સાહી પ્રમુખ કૃષ્ણકાંત જી. શાહના અધ્યક્ષ સ્થાને ‘સૂરીલી સંધ્યા’નો આ રસપ્રદ કાર્યક્રમ ભારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોનું સ્વાગત કાર્યક્રમનું મંગળદીપ પ્રગટાવી ઉદઘાટન અધ્યક્ષ કૃષ્ણકાંત જી. શાહ, ભોજન […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

મનરેગા યોજનાનું સ્થાન લેશે નવો VB-G RAM G અધિનિયમ, બજેટમાં ૯૫ હજાર કરોડનો જંગી વધારો

આણંદ: આણંદ સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે બુધવારે એક મહત્વની પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં આણંદ જિલ્લા ભાજપ પ્રભારી અને રાજ્યકક્ષાના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને આણંદના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નવા ‘વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરાના 5 ધારાસભ્યોનો મુખ્યમંત્રીને પત્ર : “અધિકારીઓ જનતાને પૂછે છે, ધારાસભ્યની મદદ કેમ માંગી?”

વડોદરા: રાજ્યના વહીવટી તંત્રમાં અધિકારીશાહી હાવિ થઈ ગઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંયુક્ત પત્ર લખીને ખળભળાટ મચાવી દીધો છે. ધારાસભ્યોએ પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે હાલ રાજ્યમાં વહીવટી તંત્ર જાણે ખંભોળે ચડ્યું છે અને પ્રજાના પ્રશ્નો અધિકારીઓના કાન સુધી પહોંચતા જ નથી. અધિકારીઓ પ્રજાને પૂછે છે – “ધારાસભ્ય […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પેટલાદ સીટી સર્વે કચેરીની આકસ્મિક મુલાકાત લીધી, અધિકારીઓને ખખડાવ્યા

પેટલાદ: આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આજે પેટલાદ સ્થિત સીટી સર્વે કચેરીની આકસ્મિક મુલાકાત લેતા સરકારી બાબુઓમાં દોડધામ મચી ગઈ હતી. કલેક્ટરે કોઈ પણ પૂર્વ સૂચના વગર કચેરીમાં પ્રવેશીને વહીવટી કામગીરીની સમીક્ષા કરી હતી. ખાસ કરીને જમીન અને મિલકતને લગતા સરકારી કામોમાં થતા વિલંબને રોકવા માટે તેમણે કડક વલણ અપનાવ્યું હતું. ઓનલાઈન સોફ્ટવેર અને રજીસ્ટરની […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic