Tuesday, 3 November 2026

Tag: Gujarat News

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા બસ સ્ટેન્ડમાં ‘પિચકારી’ મારવી પડશે મોંઘી, ધૂમ્રપાન અને ગંદકી ફેલાવનારા ૩૦ મુસાફરો દંડાયા

વડોદરા: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા અને બસ સ્ટેશનની સુંદરતા જળવાઈ રહે તે માટે ‘સ્વચ્છતા ઝુંબેશ’ તેજ કરવામાં આવી છે. બસ સ્ટેશનો પર પાન-મસાલા અને ગુટખા ખાઈને ગંદકી કરનારા તેમજ જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરનારા મુસાફરો સામે તંત્રએ હવે કડક વલણ અપનાવ્યું છે. ૧ થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નર્મદા જિલ્લામાં કનેક્ટિવિટીનો નવો અધ્યાય, CM ભૂપેન્દ્ર પટેલે બે નવા પૂલના નિર્માણ માટે રૂ.302.40 કરોડ મંજૂર કર્યા

નર્મદા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લીધો છે. જિલ્લાના ૧૧ ગામોના ૧૮ હજારથી વધુ નાગરિકોને જિલ્લા અને તાલુકા મથકો સાથે જોડવા માટે નર્મદા નદી પર બે નવા પૂલના નિર્માણ માટે કુલ ₹૩૦૨.૪૦ કરોડના કામોની વહીવટી મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી વર્ષોથી અવર-જવરની સમસ્યા […]

દેશ-દુનિયા

ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ વિરોધ પ્રદર્શન : ‘માસ્ટરમાઈન્ડ’ હોવાના પોલીસના આક્ષેપ બાદ ઉદય ભાનુ ચિબને કસ્ટડીમાં મોકલાયા

નવી દિલ્હી: ભારત મંડપમ ખાતે આયોજિત ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’ દરમિયાન થયેલા હિંસક વિરોધ પ્રદર્શનના મામલે દિલ્હીની એક અદાલતે મંગળવારે ઇન્ડિયન યુથ કોંગ્રેસ (IYC) ના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચિબને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રવિએ પોલીસને ચિબની પૂછપરછ કરવાની પરવાનગી આપી છે, જેથી આ પ્રદર્શનમાં તેમની ભૂમિકા અને આયોજન પાછળના […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદનું હાઇટેક ‘નેત્રમ’ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ, જાણો કેવી રીતે કરે છે કામગીરી

આણંદ: આણંદ જિલ્લામાં નાગરિકોની સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ‘નેત્રમ’ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ એક આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત આ સેન્ટર 24 કલાક અને 7 દિવસ સતત મોનિટરિંગ કરીને જિલ્લામાં સુરક્ષાનું એક અદૃશ્ય પરંતુ સક્રિય કવચ પૂરું પાડે છે. 250 કેમેરા […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

પેટલાદ-જોધપુર નવી એસ.ટી. બસ સુવિધા શરૂ : જાણો રૂટ, સમય અને સ્ટોપેજની સંપૂર્ણ વિગત

પેટલાદ: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારોને જોડવાના પ્રયાસોને વેગ આપતા આણંદ જિલ્લામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે પેટલાદ ડેપોથી પેટલાદ – જોધપુર નવીન બસ રૂટનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. મંત્રીએ બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું અને આ સેવાનો મહત્તમ લાભ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં જમીન-આસમાન જ્યાં જુઓ ત્યાં દારૂ! SMC એ દરોડો પાડી ભોંયરામાંથી વિદેશી દારૂ શોધી કાઢ્યો

વડોદરા: વડોદરા શહેરમાં દારૂબંધીના અમલ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. શહેરના સમા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી દુમાડ ચોકડી પાસે બાતમીના આધારે SMC ની ટીમે રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે માત્ર વિદેશી દારૂ જ નહીં પરંતુ દેશી દારૂનો પણ મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ભોંયરું બનાવી […]

મનોરંજન

Dhurandhar 2 : ‘બડે સાહેબ’ ના રહસ્યમય રોલ માટે ઈમરાન હાશ્મીનું નામ ફાઈનલ? ફેન્સમાં જબરદસ્ત ચર્ચા

મુંબઈ: આદિત્ય ધરની સુપરહિટ ફિલ્મ ‘ધુરંધર’ ની ભવ્ય સફળતા બાદ, હવે પ્રેક્ષકો તેની સિક્વલ ‘ધુરંધર: ધ રિવન્જ’ (Dhurandhar 2) ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવતા મહિને રિલીઝ થનારી આ ફિલ્મમાં રણવીર સિંહના પાત્ર ‘હમઝા’ ની બેકસ્ટોરી જોવા મળશે. જોકે, અત્યારે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા આ ફિલ્મના રહસ્યમય વિલન ‘બડે સાહેબ’ ની થઈ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા

ગુજરાત સરકારની મહત્વની પહેલ : ધરમપુર ખાતેના સર્પ સંશોધન કેન્દ્રમાં તૈયાર થશે એન્ટિવેનમ

વલસાડ: ગુજરાતમાં સર્પદંશની ઘટનાઓ અને તેનાથી થતા માનવ મૃત્યુના આંકડાને ઘટાડવા માટે રાજ્ય સરકાર એક ક્રાંતિકારી દિશામાં આગળ વધી રહી છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સ્થાપિત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) હવે ગુજરાતમાં જોવા મળતી ઝેરી સાપની પ્રજાતિઓમાંથી જ ઝેર એકત્રિત કરીને એન્ટિવેનમ (સર્પદંશની રસી) તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અત્યાર સુધી એન્ટિવેનમ […]

ગુજરાત મધ્ય ગુજરાત

બ્યુટી પાર્લરની આડમાં ચાલતું હતું દારૂનું વેચાણ, વડોદરા PCB એ ફિલ્મી ઢબે દરોડો પાડી પોપડા ઉખેડ્યા

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં બુટલેગરો દારૂ છુપાવવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે, પરંતુ પોલીસની સતર્કતા સામે તેમના તમામ કીમિયા નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. વડોદરા શહેર પીસીબી (PCB) શાખાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કિશનવાડી વિસ્તારમાં આવેલા એક બ્યુટી પાર્લર અને મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા ગ્રામ્ય LCB ની મોટી કાર્યવાહી, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કન્ટેનરમાં છુપાવેલો રૂ.94.23 લાખનો દારૂ ઝડપાયો

વડોદરા: વડોદરા ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ દારૂબંધીના કડક અમલ માટે એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગના એક કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચથી વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે વડોદરા તાલુકા પોલીસ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic