Blog

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

મ્યાનમારમાં ‘ડેથ ટ્રેપ’: ગુજરાત સહિત ભારતના યુવાનો ફસાયા, સરકારને કરી આજીજી

વડોદરા: વિદેશ જઈને ડોલર કમાવવાની ઘેલછામાં ગુજરાતના યુવાનો ફરી એકવાર મોટી મુસીબતમાં ફસાયા છે. વડોદરા શહેર અને સાવલી તાલુકાના સાંઢાસાલ ગામ સહિત ગુજરાતના ૧૦ યુવકો સહિત ભારતના અંદાજે ૧૦૦થી વધુ યુવાનો મ્યાનમારમાં ફસાઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડેટા એન્ટ્રીની આકર્ષક નોકરીની લાલચ આપી એજન્ટો દ્વારા આ યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા, […]

દેશ-દુનિયા

ભારતીય સેનાની નવી સોશિયલ મીડિયા પોલિસી: હવે જવાનો માત્ર ‘જોઈ’ શકશે Instagram

નવી દિલ્હી: ભારતીય સેનાએ તેના જવાનો અને અધિકારીઓ માટે સોશિયલ મીડિયા એપ્લિકેશનના ઉપયોગ અંગે નવી અને કડક પોલિસી જાહેર કરી છે. સંરક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નવી પોલિસીનો મુખ્ય હેતુ સંવેદનશીલ માહિતીને લીક થતી અટકાવવાનો અને સેનાની શિસ્ત જાળવી રાખવાનો છે. નવી માર્ગદર્શિકા મુજબ, જવાનો હવે Instagram અને X (ટ્વિટર) જેવા પ્લેટફોર્મ પર માત્ર […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નર્મદાના રાજકારણમાં ભડકો: “ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ”, સાંસદ મનસુખ વસાવાની ઘરવાપસીની ચીમકી

નર્મદા: નર્મદા જિલ્લામાં ચાલી રહેલા 75 લાખ રૂપિયાના કથિત તોડકાંડમાં હવે નવો અને અત્યંત સ્ફોટક વળાંક આવ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ સરકાર અને વહીવટી તંત્ર સામે બગાવતનું રણશિંગું ફૂંક્યું છે. મનસુખ વસાવાએ જાહેરાત કરી છે કે જો સરકાર આ મુદ્દે ન્યાય નહીં કરે તો તેઓ ભારતીય જનતા પાર્ટી છોડી […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી : સરદાર ગંજમાં ધનલક્ષ્મી પ્લાસ્ટિક પર દરોડા, ૨૦૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને પર્યાવરણની જાળવણી માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે મનપાના સેનિટેશન વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ અને સંગ્રહ કરતા વેપારીઓ પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સરદાર ગંજ વિસ્તારમાં દરોડા: ૧૨૦ માઇક્રોનથી પાતળું પ્લાસ્ટિક મળ્યું તાજેતરમાં મહાનગરપાલિકાની […]

ગુજરાત મધ્ય ગુજરાત

બાલાશિનોરમાં હિપેટાઇટિસ-એનો કહેર: તંત્ર એક્શન મોડમાં, 26 હજાર ઘરોનું સર્વેક્ષણ અને ‘મોહલ્લા ક્લિનિક’ શરૂ

બાલાશિનોર: મહિસાગર જિલ્લાના બાલાશિનોર શહેરી વિસ્તારમાં હાલમાં હિપેટાઇટિસ-એ (કમળો) ના કેસોમાં વધારો જોવા મળતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આ પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા સર્વેક્ષણ તેમજ જનજાગૃતિની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ઘરે-ઘરે સર્વેક્ષણ અને ક્લોરીનેશન પર ભાર તંત્ર દ્વારા રચવામાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલ 2025નો પ્રારંભ: સવારે 6 થી રાત્રે 10 સુધી મનોરંજનનો મહાકુંભ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત વાર્ષિક કાંકરિયા કાર્નિવલ 2025નો આજથી (25 ડિસેમ્બર) ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. આગામી 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ સાત દિવસીય મહોત્સવમાં દરરોજ લાખોની સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડશે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ વર્ષ 2008થી શરૂ થયેલો આ કાર્નિવલ આજે આંતરરાષ્ટ્રીય સ્તરનું આકર્ષણ બની ગયો છે. […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં રેશનિંગ કૌભાંડનો પર્દાફાશ: ગરીબોના મોંનો કોળિયો છીનવતું અનાજ કરજણ પોલીસે ઝડપી પાડ્યું

વડોદરા/કરજણ: વડોદરા જિલ્લામાં સરકારી અનાજનું કાળુંબજાર કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. કરજણ પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને પાદરાના સરકારી ગોડાઉનમાંથી સગેવગે કરવામાં આવતા સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં પોલીસે ટેમ્પો સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે. ઘઉં, ચોખા અને ચણાની 185 બોરીઓ […]

ગુજરાત મધ્ય ગુજરાત

ભાઇકાકા યુનિવર્સિટી દ્વારા વલાસણમાં ૮ દિવસીય NSS સ્પેશિયલ કેમ્પનું આયોજન

આણંદ: કરમસદ સ્થિત વિખ્યાત ભાઇકાકા યુનિવર્સિટીના એન.એસ.એસ. (NSS) યુનિટ દ્વારા વલાસણ ગામ ખાતે ૮ દિવસીય વિશેષ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. અભય ધર્મસીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં મેડિસીન, નર્સિંગ, ફિઝીયોથેરાપી અને મેડિકલ ટેકનોલોજી જેવા વિવિધ વિભાગોના ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કેમ્પનો મુખ્ય હેતુ ભાવિ તબીબોમાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદમાં નારી શક્તિનો દબદબો: ‘સશક્ત નારી મેળા’માં પહેલા જ દિવસે રૂ.2.82 લાખનું બમ્પર વેચાણ

આણંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’’ અને ‘‘વોકલ ફોર લોકલ’’ ના મંત્રને આણંદમાં અદભૂત સફળતા મળી રહી છે. આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંગોડપુરા રોડ સ્થિત “પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ” ખાતે આયોજિત ત્રિ-દિવસીય “સશક્ત નારી મેળા” ના પહેલા જ દિવસે ખરીદદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત […]

ગુજરાત મધ્ય ગુજરાત

હવે ખેતરોમાં ગુંજશે નારી શક્તિનો નાદ: સરદાર પટેલ યુનિવર્સિટીમાં ‘નમો ડ્રોન દીદી’ યોજનાનો લાઇવ ડેમો યોજાયો

વલ્લભ વિદ્યાનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘નમો ડ્રોન દીદી’ વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આણંદની વિખ્યાત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ૨૨ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ એક ભવ્ય ઓરિએન્ટેશન કાર્યક્રમ અને ડ્રોન લાઈવ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના એગ્રો-ઈકોનોમિક રિસર્ચ સેન્ટર (AERC) અને ભૌતિકશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ખેતીમાં ડ્રોનના વધતા મહત્વ વિશે વિસ્તૃત […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic