Blog

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ‘પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમ’ સાથેની AC ઈ-બસો દોડશે; ગોત્રીમાં હાઈટેક ચાર્જિંગ હબ તૈયાર

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના શહેરીજનો માટે પરિવહન ક્ષેત્રે સારા સમાચાર આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને મેટ્રો જેવી હાઈટેક સુવિધા આપવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ઈ-બસ સેવા અંતર્ગત વડોદરામાં સંભવતઃ ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં એવી ઈ-બસો શરૂ થશે જેમાં “આગળનું સ્ટોપ માંડવી છે” જેવી ઓટોમેટિક પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમ કાર્યરત હશે. ત્રણ ફેઝમાં […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નર્મદા જિલ્લામાં ધર્માંતરણ વિરોધી કાયદાના લીરેલીરા? રાષ્ટ્રીય આદિજાતિ મંચે તંત્ર સામે ઉઠાવ્યા સવાલ

નર્મદા: ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદો અમલી હોવા છતાં નર્મદા જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં મોટા પાયે ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે રાષ્ટ્રીય આદિજાતિ મંચ મેદાને આવ્યું છે. મંચ દ્વારા ડેડિયાપાડા પ્રાંત અધિકારીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં જિલ્લામાં ચાલી રહેલા ધર્માંતરણના ખેલને તાત્કાલિક અટકાવવા અને જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી […]

ગુજરાત મધ્ય ગુજરાત

મેડિકલ ક્ષેત્રે વડોદરાનું ગૌરવ: ગોત્રી મેડિકલ કોલેજના ‘મોબાઇલ પોસ્ટમોર્ટમ રૂમ’ પ્રોજેક્ટને રાજ્ય કક્ષાનો એવોર્ડ

વડોદરા: જીએમઇઆરએસ (GMERS) સંચાલિત ગોત્રી મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી વિભાગે મેડિકલ ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે ગત તા. ૧૯મીના રોજ યોજાયેલા ‘GRIP’ સમિટના ત્રીજા અધિવેશનમાં ગોત્રી હોસ્પિટલના ‘મોબાઇલ પોસ્ટમોર્ટમ રૂમ’ પ્રોજેક્ટને રાજ્યમાં બીજો નંબર પ્રાપ્ત થયો છે. આ રચનાત્મક વિચાર અને તેના સફળ અમલીકરણ બદલ ગોત્રીની […]

મનોરંજન

‘દ્રિશ્યમ ડે’ પર ખુલશે વિજય સાલગાંવકરનું છેલ્લું રહસ્ય : અજય દેવગને કરી ‘Drishyam 3’ ની સત્તાવાર જાહેરાત

મુંબઈ: બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગને ફરી એકવાર પોતાના ચાહકોને ચોંકાવી દીધા છે. વર્ષોની રાહ જોયા બાદ, અજય દેવગને તેની સૌથી લોકપ્રિય સસ્પેન્સ થ્રિલર ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગ ‘Drishyam 3’ ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું ધમાકેદાર ટીઝર શેર કરીને ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. ‘દ્રિશ્યમ ડે’ પર રિલીઝ થશે […]

ગુજરાત મધ્ય ગુજરાત

રમવાની ઉંમરે સગીરાના ખોળામાં આવ્યું બાળક, વડોદરામાં સનસનાટી, જાણો શું બન્યું?

સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી એક અતિ સંવેદનશીલ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક ચોકડી પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતી માત્ર 12 વર્ષની સગીરાએ સયાજી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપતા તબીબો અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. આ માસૂમ બાળકીએ જે ઉંમરે રમકડાંથી રમવાનું હોય, તે ઉંમરે બાળકીને જન્મ આપતા અનેક […]

ગુજરાત મધ્ય ગુજરાત

ચારૂસેટ યુનિવર્સિટીનો નવો કીર્તિમાન, ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી જેણે પરીક્ષાને બનાવી ‘પેપરલેસ’

આણંદ જિલ્લાના ચાંગા સ્થિત વિશ્વવિખ્યાત ચારૂસેટ (CHARUSAT) યુનિવર્સિટી એ શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી અને પર્યાવરણ પ્રેમના સંગમથી એક નવી રાહ ચીંધી છે. ગુજરાતમાં સૌપ્રથમવાર ચારૂસેટ દ્વારા સતત 3 વર્ષથી ડિજિટલ પેપરલેસ એક્ઝામીનેશન લેવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં યુનિવર્સિટીની 10 કોલેજોના 18,000 થી વધારે વિદ્યાર્થીઓએ પરંપરાગત પેપર-પેન ને બદલે ટેબલેટ પર પરીક્ષા આપી છે. પર્યાવરણ અને […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નર્મદામાં રૂ.75 લાખનો ‘તોડ’ કે કરોડોનું ‘બિલ કૌભાંડ’? મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે આરપારની જંગ

નર્મદા: નર્મદા જિલ્લાનું રાજકારણ હાલમાં ₹75 લાખની કથિત માંગણી અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં થયેલા કથિત ખર્ચ મુદ્દે ગરમાયું છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. એક તરફ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ‘તોડ’ કરવાનો આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ ચૈતર વસાવાએ ભાજપ સરકાર […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ભરૂચની મેહાલી સ્કૂલમાં ત્રીજા એન્યુઅલ ડેની ભવ્ય ઉજવણી, વાર્ષિકોત્સવમાં ગુંજ્યો દેશપ્રેમનો નાદ

ભરૂચ: શિક્ષણની સાથે સંસ્કાર અને દેશપ્રેમનું સિંચન કરતી ભરૂચની મેહાલી સ્કૂલમાં ત્રીજા એન્યુઅલ ડે (વાર્ષિકોત્સવ) ની હર્ષોલ્લાસ અને ભવ્ય સાંસ્કૃતિક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે કાર્યક્રમની થીમ “જીવન એક ઉત્સવ છે” રાખવામાં આવી હતી, જેના દ્વારા બાળકોએ જીવનમાં શિક્ષણનું મૂલ્ય, પર્યાવરણ જાગૃતિ અને દેશભક્તિના પાઠ ભણાવ્યા હતા. વિદ્યાર્થીઓની કલા અને આત્મવિશ્વાસની ઝલક […]

ગુજરાત બિઝનેસ મધ્ય ગુજરાત

આણંદના કોમલબેન ચૌહાણ: ‘નમો ડ્રોન દીદી’ થી ‘લખપતિ દીદી’ સુધીની પ્રેરણાદાયી સફર

દેશમાં જ્યારે મહિલા સશક્તિકરણ અને ‘આત્મનિર્ભર ભારત’ની વાત થતી હોય ત્યારે આણંદ જિલ્લાના ગામડી ગામના કોમલબેન ચૌહાણનું નામ ગૌરવ સાથે લેવામાં આવે છે. “નમો ડ્રોન દીદી” યોજના અને સખી મંડળના માધ્યમથી કોમલબેને માત્ર પોતાની જ નહીં, પણ ગામની અનેક મહિલાઓની કિસ્મત બદલી નાખી છે. આજે તેઓ એક સફળ ‘લખપતિ દીદી’ તરીકે ઉભરી આવ્યા છે. વડાપ્રધાન […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદમાં ‘સશક્ત નારી મેળો’ શરૂ: આત્મનિર્ભર બહેનોના હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોનું અદભૂત પ્રદર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર મહિલા’ના દૂરંદેશી વિઝનને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો “સશક્ત નારી” મેળો યોજવામાં આવ્યો છે. આણંદના સાંગોડપુરા રોડ પર આવેલા પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે આ ત્રિ-દિવસીય મેળાનો પ્રારંભ મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા અને નાણાં રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic